બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Even after 48 hours of Vadodara hit and run, police are silent, woman pleads for justice, why is the police covering the car driver?

કાર્યવાહી ક્યારે / વડોદરા હીટ એન્ડ રનના 48 કલાક વીત્યા હોવા છતાં પોલીસ મૌન, મહિલાએ ન્યાય માટે લગાવી ગુહાર, કાર ચાલકને કેમ છાવરી રહી છે પોલીસ?

Vishal Khamar

Last Updated: 05:33 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાનાં માંજલપુરમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. ત્યારે પુર ઝડપે કાર ચલાવતા શખ્શે મહિલાને હડફેટે લેતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

  • વડોદરાનાં માંજલપુરમાં હિટ એન્ડ રનનો બનાવ
  • મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાઈ
  • બે દિવસ પહેલા બનાવ બન્યો હોવા છતાં પોલીસની કાર્યવાહિ સામે અનેક સવાલો

 વડોદરાનાં માંજલપુર  પાસે 23 જુલાઈનાં રોજ રાત્રીનાં સુમારે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સામે અકસ્માતનો બનાવ બન્યો હતો.  જેમાં પુરપાટ ઝડપે કાર ચલાવતા કાર ચાલક દ્વારા મહિલાને હડફેટે લેતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જયા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. 

હીટ એન્ડ રનની ઘટનાનાં CCTV  સામે આવ્યા
આ ઘટનાં 23 જુલાઈનાં રોજ સાંજે બની હતી. જેમાં સ્કૂટર પર જઈ રહેલ મહિલા ઉમાં ચૌહાણને પુર ઝડપે ગાડી ચલાવી રહેલ કાર ચાલેક હડફેટે લીધી હતી. ત્યારે સમગ્ર હીટ એન્ડ રનની ઘટનાનાં સીસીટીવી સામે આવ્યા હતા. ત્યારે ઘટનાને બે દિવસ થવા છતાં પણ માંજલપુર પોલીસે હજુ સુધી કંઈ કાર્યવાહિ કરી નથી. તેમજ માંજલપુર પોલીસે ઈજાગ્રસ્ત મહિલા ઉમાં ચૌહાણનું નિવેદન પણ લીધું નથી. 

હિટ એન્ડ રનની ઘટનાને બે દિવસ થવા છતાં કાર ચાલક સામે કોઈ કાર્યવાહિ નહી
અમદાવાદનાં ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા બાદ એકાએક કુંભકર્ણની નિદ્રામાંથી સફાળી જાગેલી પોલીસ દ્વારા રાજ્યમાં ટ્રાફિક ડ્રાઈવ કરવાની મોટી મોટી વાત કરી રહી છે. તો બીજી તરફ માંજલપુરમાં બે દિવસ પહેલા જ રાત્રીનાં સુમારે બનેલી હિટ એન્ડ રનની ઘટનાનાં સીસીટીવી સામે આવ્યા હોવા છતાં પોલીસ દ્વારા કાર ચાલકને જાણે બચાવવાનો પ્રયત્ન કરી રહી હોય તેમ હજુ સુધી તેની સામે કોઈ જ કાર્યવાહી શુદ્ધા પણ કરી નથી કે ઈજાગ્રસ્ત મહિલાનું નિવેદન નોંધવાની તસ્દી પણ લીધી નથી. ત્યારે આ હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ આગળ શું કાર્યવાહી કરશે તે એક પ્રશ્ન છે. 

મહિલાને ગંભીર ઈજા પહોંચી

ઈજાગ્રસ્ત મહિલાએ શું કહ્યું?
આ બાબતે મહિલા ઉમા ચૌહાણે જણાવ્યું હતું કે હું એક્ટિવા લઈને મારા ઘરે જઈ રહી હતી. તે દરમ્યાન એક ફોર વ્હીલર વાળાએ કટ મારી મને તેની ગાડી ઠોકી દીધી હતી. જે બાદ મને કંઈ યાદ નથી. જ્યારે હું ભાનમાં હતી ત્યારે હોસ્પિટલમાં દાખલ હતી. વધુમાં મહિલાએ જણાવ્યું કે એ વિસ્તારમાં ખાણીપીણીની દુકાન આવેલી હોઈ રાત્રીનાં સમયે ભારે ભીડ હોય છે. આ કાર ચાલકને પકડો મારી જગ્યાએ બીજું કોઈ પણ હોઈ શકે છે.  તે કાર ચાલકનો પોતાની ગાડી પર જ કાબુ ન હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ