બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Epidemic spread in Ahmedabad city amid rainy weather

સાચવજો.! / ચોમાસાના પહેલા વરસાદ બાદ એવું તો શું થયું કે અમદાવાદની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ, AMC એલર્ટ

Dinesh

Last Updated: 07:17 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે, જૂન મહિનામાં સાદા મલેરિયાના 56 કેસ નોંધાયા છે

  • અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો
  • જૂન મહિનામાં સાદા મલેરિયાના 56 કેસ નોંધાયા
  • AMC હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ 

અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો છે. ડબલ ઋતુનો અહેસાસ થતાં સાદા મેલેરિયાના કેસ તેમજ વાયરલ તાવ, શરદી, ઉધરસના કેસમાં મોટાપાયે વધારો થયો છે. અમદાવાદમાં સોલા સ્થિત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. અત્રે જણાવીએ કે, સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસમાં 3300થી વધુ દર્દીની ઓપીડી નોંધાઈ છે. ડબલ ઋતુના કારણે વાયરલ કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. 

પાણીજન્ય રોગચાળા વધ્યો
ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. જૂન મહિનામાં સાદા મલેરિયાના 56 કેસ નોંધાયા છે જ્યારે ઝેરી મલેરિયાનો 1 કેસ તેમજ ડેન્ગ્યુના 25 કેસ નોંધાયો છે. ચિકન ગુનિયાના 2 કેસ અને સામે આવ્યા છે. પાણી જન્ય રોગચાળામાં પણ વધારો થયો છે. ઝાડા ઉલ્ટીના 755 કેસ જ્યારે કમળાના 132 કેસ નોંધાયા છે. ટાઇફોઇડના 297 કેસ, કોલેરાનાં 4 કેસ નોંધાયા છે.

તંત્ર પણ કામે લાગ્યું 
શહેરમાં રોગચાળો વકરતા તંત્ર પણ કામે લાગ્યું છે અને શૈક્ષણિક સંસ્થા અને કંટ્રક્શન સાઈટ પર ચેકીંગ હાથ ધરાયું છે. જેમાં 4 સાઈટને સીલ કરવામાં આવી છે અને સ્ક્રેપ મટીરીયલ અને વરસાદી પાણીનો નિકાલ ન કરતા એકમો પણ સીલ કરાયા છે. તો બીજી તરફ AMC હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે. શહેરના 7 ઝોનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. સાબરમતી, ચાંદખેડા, ગોતા સહિત વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ