બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:15 AM, 2 March 2024
જો તમે નોકરિયાત વ્યક્તિ છો અને તમારું PF કપાય છે, તો એક પણ રૂપિયો પ્રીમિયમ આપ્યા વગર તમને 7 લાખ સુધીનો વીમો મળી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees Provident Fund Organization, EPFO) તરફથી તમામ EPF એકાઉન્ટ પર ફ્રી ઈન્શ્યોરન્સ કવર આપવામાં આવે છે. નોકરી દરમિયાન કર્મચારીનું મૃત્યુ થાય તો તેના નોમિનીને આ સ્કીમ હેઠળ 7 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ મળી શકે છે.
ADVERTISEMENT
EPF ખાતાધારકે કોઈપણ નોમિની દાખલ કર્યો નથી તો કાયદાકીય રીતે ઉત્તરાધિકારીને વીમાની રકમ મળે છે. EPFOના તમામ સબસ્ક્રાઈબરને એમ્પ્લોયીઝ ડિપોઝીટ લિંક્ડ ઈન્શ્યોરન્સ સ્કીમ (EDLI) 1976 હેઠળ કવર કરવામાં આવે છે. કર્મચારીનું બિમારીને કારણે, દુર્ઘટના તથા અન્ય કારણોસર મૃત્યુ થાય તો વીમા કવર મળી શકે છે.
વીમાની રકમ પગાર પર આધાર રાખે છે
EDLI યોજના બહેઠળ જે વીમાની રકમ મળે તે છેલ્લા 12 મહિનાના પગાર પર આધાર રાખે છે. કોઈ કર્મચારીનું મૃત્યુ થાય તો નોમિનીને છેલ્લા 12 મહિનાના પગારની 30 ગણી રકમ, 20 ટકા બોનસ મળે છે. તમામ કર્મચારીના પગારમાંથી જે PF જમા થાય છે, તેનો 8.33 ટકા હિસ્સો EPSમાં 3.67 ટકા હિસ્સો EPFમાં અને 0.5 ટકા હિસ્સો EDLI યોજનામાં જમા થાય છે.
ADVERTISEMENT
નોકરી છોડો તો લાભ મળતો નથી
કોઈપણ ખાતાધારક EDLI સ્કીમ હેઠળ ન્યૂનતમ 2.5 લાખ અને મહત્ત્મ 7 લાખ રૂપિયાના ઈન્શ્યોરન્સનો ક્લેમ કરી શકે છે. ન્યૂનતમ ક્લેમ મેળવવા માટે ખાતાધારકે સતત 12 મહિના સુધી નોકરી કરવી પડે છે. નોકરી છોડનાર વ્યક્તિને ઈન્શ્યોરન્સનો લાભ આપવામાં આવતો નથી.
નોકરી દરમિયાન કોઈ કર્મચારીનું મૃત્યુ થયું હોય તો જ PF એકાઉન્ટ પર ઈન્શ્યોરન્સ માટે ક્લેમ કરી શકાય છે. આ દરમિયાન વ્યક્તિ ઓફિસમાં કામ કરતો હોય કે રજા પર હોય તેનાથી કોઈ ફરક પડતો નથી.
ADVERTISEMENT
વધુ વાંચો: Paytm Payment Bank પર કરોડોનો દંડ: મની લૉન્ડ્રિંગ કેસમાં FIU-INDએ કરી કડક કાર્યવાહી
નોમિની નોંધાવવો તે ફાયદાકારક છે
EPFO સબસ્ક્રાઈબરે ખાતામાં નોમિની નોંધાવવો જરૂરી છે. એકાઉન્ટમાં નોમિની હોય તો કોઈ ખાતાધારકનું મૃત્યુ થાય તો તેના પરિવારે EPF, EPS અને EDLI સ્કીમનો લાભ મેળવવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. નોમિની ના હોય તો પૈસા મેળવવા માટે ભાગદોડ કરવી પડે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.