બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / entertainment news varun dhawan niece anjini dhawan dance on Katrina kaif song instagram video

મનોરંજન / બોલીવુડ હિરોઈનોને ટક્કર આપે છે વરુણ ધવનની ભત્રીજી અંજિની, ડાન્સ મૂવ્સ જોઈને ફેન્સ થઈ ગયા આફરીન

Manisha Jogi

Last Updated: 06:32 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવને પોતાના ડાન્સ મૂવ્સથી સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ. કૈટરીના કૈફની ફિલ્મ ‘રેસ’ના ‘ખ્વાબ દેખે’ પર શાનદાર ડાન્સ કર્યો.

વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવનનો સોશિયલ મીડિયા પર જાદુ.
સૈફ અલી ખાન અને કૈટરીના કૈફની ફિલ્મના ગીત પર કર્યો ડાન્સ.
‘ખ્વાબ દેખે’ ગીત પર દેખાડ્યો જલવો.

બોલીવુડ અભિનેતા વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવને પોતાના ડાન્સ મૂવ્સથી સોશિયલ મીડિયા પર બૂમ બોલાવી દીધી છે. અંજનીએ કેટરીના કૈફના ગીત પર એવી અદાઓ દર્શાવી છે કે, આ જોનારા લોકો હોશ ઉડી જાય. અંજની અવાનર નવાર બોલીવુડ ગીત પર ડાન્સ વિડીયો શેર કરતી રહે છે. આ વખતે તેમણે સૈફ અલી ખાન અને કૈટરીના કૈફની ફિલ્મ ‘રેસ’ના ‘ખ્વાબ દેખે’ પર શાનદાર ડાન્સ કર્યો છે.

 

 

આ વિડીયોમાં અંજિની વચ્ચે ડાન્સ કરી રહી છે અને તેની સાથે અન્ય બે લોકો ડાન્સ કરી રહ્યા છે. આ વિડીયો શેર કરીને અંજિનીએ કોરિયોગ્રાફર શાજિયા શાજમી અને પિયૂષ ભગતને ક્રેડિટ આપ્યું છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેના ડાન્સ મૂવ્સના વખાણ પણ કરવામાં આવી રહ્યા છે.  અંજિનીના ફ્રેન્ડ્સ તેના ડાન્સ અને તેની અદાઓના દીવાના છે. અંજિની સ્ટારકિડ હોવાના કારણે ખૂબ જ ફેમસ થઈ રહી છે. શનાયા કપૂરે પણ તેના ડાન્સના વખાણ કર્યા છે. શનાયાએ હાર્ટ ઈમોજી શેર કર્યું છે અને આકાંક્ષા શર્માએ પણ અંજિનીના ડાન્સના વખાણ કરીને ફાયર ઈમોજી શેર કર્યું છે. અંજિની આ વિડીયોમાં તેના ચાચા વરુણ ધવનની ફિલ્મ ‘જુગ જુગ જીયો’ના પંજાબી ગીત પર ડાન્સ કરી રહી છે. 

અંજિની દેખાવે ખૂબ જ સુંદર છે અને ડાન્સ પણ સારો કરે છે. અંજિની સોશિયલ મીડિયા પર ગ્લેમરસ ફોટો પણ શેર કરતી રહે છે. આ ફોટોઝ અને વિડીયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે, અંજિની બોલીવુડમાં ડેબ્યૂ માટે તૈયાર છે. અંજિની વરુણ ધવનની ભત્રીજી છે. તેના દાદા અનિલ ધવન એક જમાનામાં ફેમસ એક્ટર હતા. અનિલ ધવન ડેવિડ ધવનના ભાઈ છે. અંજિનીના પિતાનું નામ સિદ્ધાર્થ ધવન છે. સિદ્ધાર્થ ધવને ફિલ્મ અને ટીવી સીરિયલમાં કામ કર્યું છે. તેમણે ‘મહેંદી તેરે નામ કી’, ‘કિસ દેશ મેં નિકલા હોગા ચાંદ’ જેવી ટીવી સીરિયલમાં લીડ રોલ ભજવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ