બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / England suffer blow of Rajkot Test as spinner Jack Leach ruled out of next three Tests due to knee injury

INDvsENG / રાજકોટ ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડને મોટો ફટકો, ટીમનો સૌથી અનુભવી સ્પિનર ​​આખી ટેસ્ટ સિરીઝમાંથી થયો બહાર

Pravin Joshi

Last Updated: 05:41 PM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે 28 રને જીત મેળવી હતી જ્યારે બીજી મેચમાં ભારતે શાનદાર વાપસી કરી હતી અને 106 રને જીત મેળવી હતી. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીએ રાજકોટમાં રમાશે. આ પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

  • 15 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ
  • આ મેચ પહેલા ઈંગ્લેન્ડની ટીમને એક મોટો ફટકો લાગ્યો
  • જેક લીચ ભારત સામેની બાકીની 3 ટેસ્ટમાંથી બહાર થયો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે જેમાં બંને ટીમો એક-એક મેચ જીતીને શ્રેણીમાં ટાઈ થઈ છે. પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાવાની છે, જે પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડ ટીમનો અનુભવી સ્પિનર ​​જેક લીચ ઘૂંટણની ઈજાને કારણે આગામી ત્રણ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ રવિવારે આ વાતની પુષ્ટિ કરી.

 

જેક લીચ ભારત સામેની બાકીની 3 ટેસ્ટ મેચમાંથી બહાર

ECBએ માહિતી આપી છે કે જેક લીચને ભારત સામેની બાકીની ત્રણ ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેણે કહ્યું કે ઈંગ્લેન્ડ અને સમરસેટનો સ્પિનર ​​જેક લીચ ડાબા ઘૂંટણની ઈજાને કારણે બાકીની ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. હૈદરાબાદમાં ઈંગ્લેન્ડની પ્રથમ ટેસ્ટ જીત દરમિયાન લીચને ઈજા થઈ હતી, જેના કારણે તે બીજી મેચમાં પણ રમી શક્યો નહોતો.

 

24 કલાકમાં ઘરે જશે

તે અબુ ધાબીથી આગામી 24 કલાકમાં ઘરે જશે. લીચ ઈંગ્લેન્ડની મેડિકલ ટીમ અને રિહેબ પર સરમેટ સાથે મળીને કામ કરશે. તેમની બદલીની જાહેરાત કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે જેક લીચની ગેરહાજરીમાં ઈંગ્લેન્ડ હવે ટોમ હાર્ટલી, રેહાન અહેમદ અને શોએબ બશીર સિવાય જો રૂટ પર નિર્ભર રહેશે.

વધુ વાંચો : U19 વર્લ્ડની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ભારતે પકડ જમાવી, ચેમ્પિયન બનવા 254 રનનો ટાર્ગેટ

ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ

જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (સી), બેન ફોક્સ (ડબલ્યુકે), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન, માર્ક વુડ, ઓલી રોબિન્સન, ડેન લોરેન્સ, ગસ એટકિન્સન .

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ