બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Encounter of Atiq Ahmed's son Asad Ahmed in Umesh Pal murder case

Asad Ahmed's Encounter / સ્કૂલમાં ગુંડાગર્દી, મારામારીમાં કુખ્યાત, ભાઇઓ જેલમાં જતા જ સંભાળી લીધો ગેંગનો મોરચો, જુઓ શું કહે છે અસદની કરમ કુંડળી

Malay

Last Updated: 02:18 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉમેશ પાલ હત્યાકાંડમાં યુપી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. માફિયા અતીક અહેમદના પુત્ર અને આ હત્યાકાંડના આરોપી અસદ અહેમદને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. અસદની સાથે અન્ય આરોપી ગુલામ અહેમદને પણ પોલીસે ઠાર માર્યો છે.

 

  • ઉમેશ પાલ હત્યા કેસમાં મોટી કાર્યવાહી
  • માફિયા અતીક અહેમદના પુત્રનું એન્કાઉન્ટ
  • મોંઘી ગાડીઓ અને ફોનનો શોખીન હતો અસદ 

અતીકનો પુત્ર અસદ અહેમદ લખનઉથી આખી ગેંગ ચલાવતો હતો. અસદે આ વર્ષે જ લખનઉની સ્કૂલમાંથી ધોરણ 12 પાસ કર્યું હતું. ઉમેશ પાલ કેસમાં અસદનો ફાયરિંગનો વીડિયો પણ સામે આવ્યો હતો. ત્યાર બાદથી તે પોલીસના નિશાના પર હતો. આજે અમે અસદની આખી કહાની જણાવીશું. કેવી રીતે તેણે ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો અને તેના પિતાના પગલે ચાલ્યો. ચાલો જાણીએ... 

Image

સ્કૂલમાંથી જ શરુ કરી હતી ગુંડાગર્દી
અતીકના સૌથી નાના પુત્ર અસદે સ્કૂલમાંથી જ ગુંડાગર્દી શરૂ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, અતીકના પાંચેય પુત્રો પ્રયાગરાજની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. થોડા વર્ષો પહેલા સ્કૂલમાં એક સ્પર્ધા યોજાઈ હતી, જેમાં હારી ગયા પછી અસદ અહેમદે વિજેતા ઉમેદવાર અને શિક્ષકોને પણ માર માર્યો હતો. અતીકના બીજા પુત્રો પણ ઓછા ન હતા. જ્યારે તેઓ કોલેજમાં ક્રિસમસના મેળામાં જતા ત્યારે 150 છોકરાઓનું ટોળું તેમની સાથે જતું હતું. કોઈપણ સ્ટોલ પરથી મફતમાં વસ્તુ લેવાની, મેળાની રાઈડ્સ પર કબજો કરી લેવો એ તેમના માટે સામાન્ય વાત હતી. 

મોંઘી મોંઘી ગાડીઓ લઈને જતો સ્કૂલમાં
અસદ ઘણો કુખ્યાત હતો. તેનાથી મોટી ઉંમરના યુવકો વચ્ચે જ્યારે લડાઈ થતી ત્યારે તેઓ વિવાદ લઈને અસદ પાસે જતા હતા. તે બંને વચ્ચે સમાધાન કરાવતો હતો. તે મોંઘી મોંઘી ગાડીઓ લઈને સ્કૂલમાં જતો હતો. થોડા વર્ષો પહેલા સ્કૂલના સ્પોર્ટ્સ ડે પર તે એક ટીમનું તેણે નેતૃત્વ પણ કર્યું હતું.

જેલમાંથી બહાર આવતા જ દહેશતમાં દેખાયો અતિક અહેમદ: ધ્રૂજતો-ધ્રૂજતો  બોલ્યો-મારવા માંગે છે મને... / Atiq Ahmed Sabarmati to Prayagraj Journey  Live Update UP Police Encounter Demand ...

ટીમ હારી જતા શિક્ષકોને પણ માર્યો માર
ત્યારે તેની ટીમ હારી ગઈ હતી. તે હારથી તે એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે વિજેતા ટીમના ખેલાડીઓને માર માર્યો હતો. જ્યારે શિક્ષકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે શિક્ષકો પર હાથ ઉપાડ્યો હતો. તે દિવસે શાળાનું મેદાન વાલીઓથી ભરેલું હતું. લોકોમાં ભારે આક્રોશ પણ હતો, પરંતુ અતીકનું નામ સામે આવતાં બધા શાંત થઈ ગયા હતા. શાળાના પ્રિન્સિપાલે પણ  મામલો થાળે પાડવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. કોઈએ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ન હતી. તે સમયે સોશિયલ મીડિયા પર મામલો દબાવવાના કારણે પ્રિન્સિપાલની ઘણી ટીકા થઈ હતી.

ફાયરિંગનો વીડિયો થયો હતો વાયરલ
અસદનો એક વીડિયો આજે પણ વાયરલ થાય છે. તે 2017નું હોવાનું કહેવાય છે. ત્યારે તેણે લગ્ન સમારોહમાં ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું. 2018માં અતીકનો મોટો દીકરો ઉમર ચર્ચામાં આવ્યો હતો. તે સમયે ઉમરે લખનઉમાં એક પ્રોપર્ટી ડીલર મોહિત જયસ્વાલનું અપહરણ કર્યું હતું. મોહિત જયસ્વાલનું અપહરણ કર્યા બાદ ઉમર તેને દેવરિયા જેલમાં લઈ ગયો, તે સમયે અતીક અહેમદ આ જેલમાં બંધ હતો. અતીકના બીજા પુત્ર અલી પર પણ હત્યાના પ્રયાસ અને ખંડણીના કેસ નોંધાયેલા છે. 

અતીક અહેમદ અને અસદ અહેમદ

બંને ભાઈઓએ જુલાઈમાં કર્યું હતું સરેન્ડર
તપાસ એજન્સીઓએ બંને ભાઈઓ (અલી, ઉમર) પર ઈનામ જાહેર કર્યું હતું. બંને ભાઈઓએ પકડવાના અને એન્કાઉન્ટરના ડરથી જુલાઈમાં આત્મસમર્પણ કર્યું હતું. બંને ભાઈઓએ આત્મસમર્પણ કર્યા બાદ અસદે ગેંગની બાગડોર સંભાળી લીધી હતી. 

મોંઘી ગાડીઓ અને ફોનનો શોખીન હતો અસદ
ઉમેશ પાલ હત્યાકાંડનો મુખ્ય શૂટર અસદ અહેમદ મોંઘી ગાડીઓ અને ફોનનો શોખીન હતો. તે વિદેશી ઘડિયાળો પહેરતો હતો અને મોંઘા ફોનનો ઉપયોગ કરતો હતો. અસદ પાસે મોંઘી મોઘી ઘડિયાળ હતી. આ ઘડિયાળની કિંમત લાખોમાં છે. 

કાકા અશરફે આપી હતી ટ્રેનિંગ
રિપોર્ટ્સ અનુસાર, અસદ અહેમદને કાકા અશરફે જ ફાયરિંગ, કાર રેસિંગ અને ઘોડેસવારીમાં માસ્ટર બનાવ્યો હતો. ઉમેશ પાલ મર્ડર કેસ બાદ સામે આવેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સાદરી પહેરેલ યુવક ક્રેટા કારમાંથી બહાર આવે છે અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરે છે. ગોળી ચલાવનાર વ્યક્તિ અસદ જ હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ