બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Election war will be fought between father and son in Bharuch district

BIG BREAKING / વસાવા પરિવારમાં જંગ: પુત્રએ પત્તું કાપ્યું છતાં છોટુભાઈનું ચૂંટણી લડવાનું એલાન, આદિવાસી બેઠકો પર જામશે જંગ

Malay

Last Updated: 12:34 PM, 13 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના દબંગ નેતા છોટુભાઈ વસાવા ઝઘડીયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવશે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી છે.

 

  • ભરૂચ જિલ્લામાં પિતા-પુત્ર વચ્ચે જામશે ચૂંટણીનો જંગ
  • છોટુ વસાવા ઝઘડીયા બેઠક પરથી નોંધાવશે અપક્ષ ઉમેદવારી
  • સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપી જાણકારી

ગુજરાતના રાજકારણમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે છોટુભાઈ વસાવાને નહીં ઓળખતું હોય. ગુજરાતના રાજકારણની વાત આવે ત્યારે છોટુ વસાવાનું નામ ન આવે એવું બંને જ નહીં. છેલ્લા લગભગ ચાર દાયકાથી ઝઘડિયા બેઠક અને છોટુ વસાવાનો નાતો જોડાયેલો રહ્યો છે. આ વખતે વસાવાના પરિવારમાંથી ટિકિટને લઈને કકળાટ સામે આવ્યો છે.  મહેશ વસવાએ તેમના પિતા છોટુ વસાવા સામે મોરચો માંડ્યો છે.  બીટીપી પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ પિતાના બદલે ઝઘડિયા સીટ પર પોતાનું નામ જાહેર કરી દેતા વિવાદ સર્જાયો છે. ત્યારે હવે છોટુ વસાવાની જાહેરાતથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

છોટુ વસાવા અપક્ષ ચૂંટણી લડશે
છોટુ વસાવા ઝઘડિયા બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવશે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છોટુ વસાવાએ અપક્ષ લડવાની કરી જાહેરાત છે. તેમણે કહ્યું કે, 'આવતી કાલે હું 14.11.2022ના રોજ 152 ઝગડીયા વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા જવાનો છું. મારા તમામ કાર્યકરોએ ઝગડીયા ખાતે હાજર રહેવું.' 

વસાવા પરિવારમાં ટિકિટને લઈને કકળાટ 
ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ  મહેશ વસાવાએ તેમના પિતા છોટુ વસાવા સામે મોરચો મા્ડ્યો છે. તેમણે આખી પાર્ટી હાઈજેક કરી લીધી હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે. વસાવા પરિવારમાં ટિકિટને લઈને કકળાટ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ઝઘડિયાના સિટિંગ ધારાસભ્ય છોટુ વસાવાએ આ બેઠક પરથી ફરીથી ચૂંટણી લડવાની હતી, પરંતુ તેમના મોટા દીકરા મહેશ વસાવા કે જેઓ હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય છે. તેમણે પિતાની સીટ પરથી પોતાનું નામ જાહેર કરી દીધું છે. 

છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાનું BTP અને BTTSમાંથી રાજીનામું 
તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, 'BTP તથા BTTSના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા જે પ્રમાણે માનનીય છોટુભાઈ વસાવાની જે અવગણના થઈ છે,  જેના કારણે ST,  SC, OBC, માઈનોરિટી સમાજના અધિકારની લડાઈને ભારે નુકસાન થઈ રહ્યું છે, એ જોતાં હું દિલીપભાઈ છોટુભાઇ વસાવા  BTP અને BTTS તમામ હોદ્દાઓ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું.'

રાજકીય ગણિત બદલાતા મહેશ વસાવા સેફ સીટ ઝગડીયા પકડી
રાજકીય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, વર્ષ 2017ની ચૂંટણીમાં ડેડિયાપાડા બેઠક પરથી મહેશ વાસવાનો 21,751 મતોથી વિજય થયો હોવા છતાં તેઓ હવે આ બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા નથી. આ વખતે મહેશ વસાવા ડેડિયાપાડાને બદલે સેફ સીટ ઝઘડિયાથી ચૂંટણી લડવા માંગે છે.  તેઓ ડેડિયાપાડાથી ચૂંટણી લડવાના મૂડમાં નથી. તેનું કારણ છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા. થોડા મહિનાઓ અગાઉ આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટી વચ્ચે થયેલું ગઠબંધન તૂટ્યા બાદ  મહેશ વસાસાના એક સમયના ખાસ સાથીદાર માનવામાં આવતા ચૈતર વસાવા  BTPને રામ રામ કહી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આથી  ડેડિયાપાડામાં BTPના બે ભાગલા પડી ગયા છે. જેથી તેઓ આ વખતે સેફ સીટ ઝઘડિયા સીટ પરથી ચૂંટણી લડવાના છે.

હું જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડીશ: છોટુ વસાવા
આ વિધાનસભાની ચૂંટણીમાં BTP એ પોતાના 12 ઉમેદવારની યાદી જાહેર કરતા જ MLA છોટુ વસાવા ચૂંટણી નહિ લડેની વાતો વહેતી થઈ હતી. જોકે, આદિવાસી મસીહા છોટુ વસાવાએ આ અટકળોનો અંત આણ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, 'હું જીવીશ ત્યાં સુધી ચુંટણી લડીશ અને ચૂંટણી લડાવીશ. આદિવાસીઓને એમના હક આપી દેવાઈ તો કાલથી લડવાનું બંધ. અમે આદિવાસીઓના હક માટે ચૂંટણી લડી રહ્યા છે. શક્ય હોય એટલી તમામ બેઠકો ઉપર BTP પોતાના ઉમેદવાર ઉભા રાખશે.'    

18 ઉમેદવારના નામ જાહેર કર્યા
BTPએ અત્યાર સુધીમાં 18 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં પાર્ટીએ ડેડિયાપાડાથી બહાદુરસિંહ વસાવા, અંકલેશ્વરથી નીતિવ વસાવા, માંગરોળ બેઠક પરથી સુભાષ વસાવા, જંબુસરથી મણીલાલ પંડ્યા, નાંદોલથી મહેશ વસાવા, નિઝરથી સમીર નાઈક, વ્યારાથી સુનીલ ગામીત, ડાંગથી નિલેશ ઝાંબરે, ધરમપુરથી સુરેશ પટેલ, ઝાલોદથી મનસુખ કટારા, દાહોદથી દેવેન્દ્ર મેડા, જેતપુર (પાવી)થી નરેન્દ્ર રાઠવા, સંખેડાથી ફુરકન રાઠવા, કરજણથી ઘનશ્યામ વસાવા, ભિલોડાથી ડો.માર્ક કટારા, ખેડબ્રહ્માથી રવજી પાંડોરને ટિકિટ આપી છે. તો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા આ વખતે ઝઘડિયાથી ચૂંટણી લડશે.

2017માં બીટીપીને મળી હતી 2 સીટો
ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 182 સીટોમાંથી  ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠકો કબજે કરી હતી. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ)ને 77 સીટો મળી હતી. તો ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના 2 ઉમેદવાર, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના 1 ઉમેદવાર અને અપક્ષના 3 ઉમેદવારોનો વિજય થયો હતો. ઝગડિયા બેઠક પરથી બીટીપીના ઉમેદવાર છોટુ વસાવા 60.18 ટકા મતોથી જીત્યા હતા. જ્યારે દેડિયાપાડાથી મહેશ છોટુ વસાવા 50.22 ટકા મતોથી જીત્યા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ