રમજાનનો મહીનો અલ્લાહની ઇબાદતનો મહીનો માનવામાં આવે છે. આ આખા મહીનો મુસ્લિમ સમુદાયના લોકો 30 દિવસ (ચાંદ હિસાબે ક્યારેક 29 દિવસ) સુધી વિના કંઇપણ ખાધા-પીધા વિના રોજા રાખે છે. જે બાદ 10માં મહીને શવ્વાલની પહેલી ચાંદ વાળી રાત્રીને 'ઈદની રાત' માનવામાં આવે છે.
આ ચાંદને જોયા બાદ જ ઈદ ઉલ ફિતરનો તહેવાર મનાવવામાં આવે છે. આ ઈદને લોકો મીઠી ઈદના નામે પણ ઓળખે છે. ઈદની ખુશીને બે ગણી કરવા માટે મુસ્લિમ લોગો ઘર આવેલા મહેમાનોનું સ્વાગત મીઠી સેવાઇયા ખવડાવીને કરે છે. પણ શું તમે જાણો છો કે ઈદનો તહેવાર ક્યારથી મનાવવામાં આવે છે. તેની શરૂઆત ક્યારે થઇ તથા શા માટે ઈદ મનાવવામાં આવે છે. અહીં જાણે એની પાછળના ખાસ કારણ.
કેમ ઉજવાય છે ઈદ
ઇસ્લામિક પવિત્ર ગ્રંથ કુરાન અનુસાર, રમજાન દરમિયાન આખા મહીના રોજો રાખ્યા બાદ અલ્લાહ પોતાના બંદાઓને એક ઇનામ આપે છે. અલ્લાહની આ બખ્શીશને ઈદ ઉલ ફિતર નામથી ઓળખવામાં આવે છે. ભારત જ નહીં પરંતુ આખા વિશ્વમાં આ તહેવારને હર્ષોલ્લાથી ઉજવવામાં આવે છે.
આ રીતે થઇ ઈદ ઉજવવાની શરૂઆત
માનવામાં સૌથી પહેલા ઈદ સન 624 ઇસવીસન પહેલા પેગમ્બર મોહમ્મદે ઉજવી હતી. આ ઈદને ઈદ ઉલ ફિતર નામથી ઓળખવામાં આવે છે. પેગમ્બર હજરત મોહમ્મદે આ ઈદ બદ્રના યુદ્ધમાં વિજય હાંસલ કરવાની ખુશીમાં ઉજવી હતી. ઇસ્લામિક પ્રતા અનુસાર ઇદની નમાજ અદા કરતા પહેલા દરેક મુસ્લિમએ દાન (જકાત અથવા ફિતરે) આપવું જરૂરી હોય છે.
મુસ્લિમ આ રીતે વ્યક્ત કરે છે ધન્યવાદ
રમજાનમાં 30 દિવસ સુધી રોજા રાખવાની હિમ્મત આપવા માટે મુસ્લિમ લોકો ઈદના દિવસે ખુદાને આભાર પ્રગટ કરે છે. જે બાદ એ આ ખાસ દિવસે જકાત એટલે કે એક ખાસ રકમ કોઇ જરૂરીયાતમંદ આપે છે. ઈદની નમાજ પહેલા ઘરના તમામ લોકો ફિતરે આપે છે. ફિતર એ હોય છે કે જેમા ગરીબો માટે 2 કિલો કોઇ એવી વસ્તુ હોય છે જેને એ રોજ ખાવામાં ઉપયોગ કરી શકે છે.
મીઠી ઈદ બાદ ઈદ ઉલ અજહા
મીઠી ઈદ બાદ આવે છે ઈદ ઉલ અજહા- મીઠી ઈદના ઢાઇ મહીના બાદ જ વધુ એક ઈદ ઉજવાય છે. જેનું નામ છે ઈદ ઉલ અજહા. ઈદ ઉલ અજહાને મોટાભાગે લોકો બકરી ઈદ અને ઈદ એ કુર્બાનીના નામે પણ ઓળખે છે. આ તહેવારની શરૂઆત સૌથી પહેલા હજરત ઇબ્રાહિમ સાથે જોડાયેલ એક વાક્યેથી થઇ હતી.