કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઇને કેટલાક સવાલો જન્મી રહ્યા છે. કોઇને પરીક્ષાની ચિંતા છે તો કોઇને એ વાતનો ડર છે કે, કોરોનાથી ઉભી થયેલ સ્થિતિને કારણે નકારાત્મકતા તેમનામાં ઘર કરી રહી છે. આ તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સોમવારે પોતાના ટ્વીટર પરથી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વાતચીત કરી હતી.
કોરોના વાયરસે મચાવ્યો કહેર
કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે કરી વાતચીત
CBSE બોર્ડમાં 29 મૂળ વિષયોની પરીક્ષા યોજાવાની કરી વાત
આ વાતચીત દરમિયાન રમેશ પોખરિયાલ નિશંકે સરકારના ઉપાયોની જાણકારી આપી હતી. નિશંકે જણાવ્યું કે, કોરોના વાયરસની અસર શિક્ષણ વિભાગ પર પણ પડી રહી છે. જો કે, તેમણે કોરોના સામેની જંગમાં વિદ્યાર્થીઓના પ્રયાસની સરાહના કરી હતી.
CBSE બોર્ડમાં 29 મૂળ વિષયોની પરીક્ષા યોજાશે
નિશંકે સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ વિશેની મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, સીબીએસઈ બોર્ડની 83 પરીક્ષાઓ બાકી છે. પરંતુ તેમાંથી, 29 મૂળ વિષયો છે, જેની પરીક્ષા લેવામાં આવશે. રમેશ પોખરીયલ નિશંકે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ સામાન્ય રહેશે અને ભારત સરકાર લોકડાઉનને સંપૂર્ણપણે ખોલશે ત્યારે જ બાકીની પરીક્ષાઓ લેવામાં આવશે. જોકે, નિશંકે આ માટે કોઈ અંતિમ તારીખ વિશે વાત કરી ન હતી.
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) April 27, 2020
ભારતમાં કોરોના વાયરસને કારણે 870 થી વધુ લોકોનાં મોત થયાં છે
ભારતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 870 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, દેશમાં આ રોગચાળાથી સંક્રમિત લોકોની સંખ્યા 28 હજારની નજીક પહોંચી ગઈ છે. જ્યાં સુધી આખી દુનિયાની વાત છે, વિશ્વમાં કોરોના વાયરસને કારણે 2 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.