બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Edible oil prices rise once again

મોંઘવારી / સિંગતેલમાં બાઉન્સ બેક ટ્રેન્ડ સિંગતેલ અને કપાસિયાના ડબ્બે 50થી 60નો વઘારો,આ છે મોટુ કારણ

Dinesh

Last Updated: 09:03 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા એક સપ્તાહમાં જુદા-જુદા તેલમાં ડબ્બે રૂપિયા 50થી 60 નો વધારો જોવા મળી રહ્યો છે, સીંગતેલ સહિતના ખાતે તેલોમાં બાઉન્સ બેક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

  • સિંગતેલના ડબ્બામાં 50થી 60 નો વધારો
  • કમોસમી વરસાદ ભાવ વધારાનું મોટું કારણ
  • મગફળી,કપાસની આવક ઓછી થતાં વધારો


ખાદ્યતેલોના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જુદા-જુદા તેલમાં ડબ્બે રૂપિયા 50થી 60 નો વધારો જોવા મળી રહ્યો છે. સીંગતેલ સહિતના ખાતે તેલોમાં બાઉન્સ બેક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બાઉન્સ બેક ટ્રેન્ડ એટલે કે જે સીંગતેલ થોડા દિવસ અગાઉ 2700 રૂપિયામાં મળતું હતું તેનું આજે ભાવ 2870 રૂપિયા સુધી પહોંચ્યો છે. તેમજ હાલ સિંગતેલના ડબ્બાનો ભાવ ₹3,000 ને પાર કરવા ફરી એક વખત અગ્રેસર બન્યો છે.  ત્યારે છેલ્લા એક સપ્તાહમાં કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 50થી 60 નો વધારો થયો છે.

પામ ઓઇલ,સનફ્લાવરમાં 40થી 50નો વધારો
 પામ ઓઈલ, સનફ્લાવર ઓઇલ સહિતના સાઈડ તેલમાં પણ રૂપિયા 40 થી 50 નો વધારો જોવા મળી રહ્યો છે. સીંગતેલના ભાવમાં પણ ડબ્બે રૂપિયા 50 નો વધારો જોવા મળ્યો છે. તો બીજી તરફ તેલીયા રાજાઓનું કહેવું છે કે મગફળી કપાસની હાલ યાર્ડમાં ઓછી આવક છે. તેમજ હાલમાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે ઉનાળુ પાકને પણ અસર પહોંચી છે. જે સહિતના કારણો આગળ ધરી ખાદ્યતેલોમાં ફરી એક વખત આગ જરતી તેજી જોવા મળી રહી છે.

ગૃહણીઓનું બજેટ ફરી એક વાર ખોરવાયું
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે વિવિધ પાકોમાં મોટું નુકસાન થતાં વિવિધ ખાદ્ય તેલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. કમોસમી કમઠાણના કારણે ઉનાળું પાકમાં અસર થઈ છે. મગફળી સહિતના પાકમાં ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. ખાદ્ય તેલમાં ભાવ વધારાના પગલે ગૃહણીઓનું બજેટ ફરી એક વાર ખોરવાયું છે. થોડા સમય પહેલા ભાવ ઘટ્યાં હતાં જો કે, થોડા જ સમયમાં ફરી ભાવ વધારો થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ