બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Eating this dry fruit gives energy to the body

સ્વાસ્થ્ય / કાજુ-બદામના ચક્કરમાં જો-જો આ મેવા ખાવાનું ન ભૂલી જતા, જે શરીરને બનાવે છે હેલ્ધી

Sanjay Vibhakar

Last Updated: 03:13 PM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરરોજ નિયમિત રીતે સૂકી ખારેકનું સેવન કરવામાં આવે તો તેનાથી હ્રદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ સાથે હાર્ટ અટેકનું જોખમ પણ ઓછું થઈ જાય છે.

ખૂબ ઓછા લોકો સૂકી ખારેક ખાવાનું પસંદ કરે છે. દૂધમાં સૂકી ખારેકને પલાળી તેનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીરને તાકત મળે છે. સૂકી ખારેક આમ તો થોડી કડક હોય છે પરતું તેને પલાળીને ખાવામાં આવે તો તેનાથી શરીરને ઘણા ફાયદાઓ મળે છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેણે સૂકી ખારેકનું સેવન કરવું જોઈએ. સૂકી ખારેકના સેવનથી શરીરમાંથી લોહીનું ઉણપ દૂર થઈ જાય છે. સૂકી ખારેકમાં આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. તેનાથી હાડકાં અને હ્રદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. જાણો, દરરોજ સૂકી ખારેક ખાવાથી થતાં ફાયદાઓ વિશે. 

લોહીની ઉણપ દૂર થાય છે 
સૂકી ખારેકમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે. તેનાથી હિમોગ્લોબિન વધે છે. તેથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. જો તમને થાક લાગતો હોય અને શરીરમાં નબળાઈ આવી ગઈ હોય તો તમારે પલાળેલી સૂકી ખારેકનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરને તરત જ એનર્જી મળશે. 

હ્રદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક 
દરરોજ નિયમિત રીતે સૂકી ખારેકનું સેવન કરવામાં આવે તો તેનાથી હ્રદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ સાથે હાર્ટ અટેકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. સૂકી ખારેક ખાવાથી શરીરને એન્ટીઓક્સિડેન્ટ, હાયપોલીપીડેમિક અને એન્ટી એપોપ્ટોટિક ગુણો મળે છે. 

પાચન માટે ફાયદાકારક 
ખાલી પેટ સૂકી ખારેક ખાવાથી મેટાબોલિઝમ વધે છે. આ સાથે તે પેટ અને પાચન બંને માટે સારી છે. સૂકી ખારેક ખાવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે. આ સાથે પેટને લગતી સમસ્યાઓ પણ ઓછી થઈ જાય છે. 

વાંચવા જેવું: બ્રશ દરમ્યાન તમારા દાંતમાંથી લોહી તો નથી પડતું ને? તો ચેતી જજો!

વજન ઘટાડવા 
સૂકી ખારેકને પલાળીને ખાવામાં આવે તો તેનાથી જલ્દીથી વજન ઓછું થવા લાગે છે. સવારે નાસ્તામાં સૂકી ખારેકનું સેવન કરવું જોઈએ. 

ચેપને દૂર રાખે છે 
સૂકી ખારેક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો જલ્દીથી ચેપી રોગોનું સંક્રમણ નથી લાગતું. સૂકી ખારેકમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન A અને વિટામિન C હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Dry dates Health Benefits health tips આરોગ્ય ટિપ્સ ખારેક રોગપ્રતિકારક શક્તિ Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ