બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Do not ignore toothache, bleeding or swelling

સ્વાસ્થ્ય / બ્રશ દરમ્યાન તમારા દાંતમાંથી લોહી તો નથી પડતું ને? તો ચેતી જજો!

Pooja Khunti

Last Updated: 02:55 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ દાંતમાંથી લોહી નીકળવાના અનેક કારણો હોય શકે છે. ઘણીવાર પેઢામાં સોજાને કારણે પણ લોહી નીકળી શકે છે. આ પેઢામાં બીમારીની શરૂઆતના લક્ષણો છે.

તમને સવારે બ્રશ કરતાં સમયે દાંતમાં દુ:ખાવો થાય, લોહી નીકળે અથવા સોજો આવી જાય તો તેને નજરઅંદાજ ન કરો. ડોક્ટર પાસે જઈને તેની સારવાર કરાવો. કારણકે એવું પણ બની શકે કે આ કોઈ ગંભીર બીમારીની શરૂઆત હોય. બ્રશ અને કોગળા માત્ર દાંતને સ્વસ્થ રાખવા માટે જ નથી કરવામાં આવતા, તે તો સંપૂર્ણ સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને એક અઠવાડિયા સુધી દાંતમાંથી લોહી નીકળે તો તેણે તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ. 

દાંતમાંથી લોહી નીકળવાનું કારણ શું હોય શકે
સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ દાંતમાંથી લોહી નીકળવાના અનેક કારણો હોય શકે છે. ઘણીવાર પેઢામાં સોજાને કારણે પણ લોહી નીકળી શકે છે. આ પેઢામાં બીમારીની શરૂઆતના લક્ષણો છે. પેઢાની આ બીમારીને પિરિઓડોન્ટલ ડીસીઝ પણ કહેવામાં આવે છે. આ બીમારીમાં દાંતની ચારે બાજુ પેઢામાં અને હાડકાંમાં સંક્રમણ થવા લાગે છે. જેના કારણે દાંતમાંથી લોહી નીકળે છે. 

મહિલાઓમાં આ બીમારીના લક્ષણ ક્યારે જોવા મળે છે 
મહિલાઓમાં આ બીમારીના લક્ષણ તરુણાવસ્થા, ગર્ભાવસ્થા, મેનોપોઝ અથવા માસિક ચક્ર સમયે જોવા મળે છે. તેમને આ સમસ્યા હોર્મોન્સમાં પરિવર્તનને કારણે થાય છે. 

વાંચવા જેવું: મેનોપોઝ બાદ મહિલાઓમાં વધી જાય છે હાર્ટએટેકનો ખતરો; જાણો કારણ અને બચાવ માટેના ઉપાય

ધુમ્રપાન 
હોર્મોન્સ પેઢાની બાજુમાં જમા થયેલ બેક્ટેરિયા અને પ્લક માટે વધુ સંવેદનશીલ હોય છે. ધુમ્રપાન કરવાના કારણે અને ડાયાબિટીસના કારણે પણ આ બીમારીનું જોખમ વધી જાય છે. કેન્સરને લગતી કોઈ સારવાર ચાલી રહી હોય તો પણ તમને આ સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાથી બચવા માટે તમારે દિવસમાં 2 થી 3 વાર બ્રશ કરવું જોઈએ. તમારા આહાર પર ધ્યાન આપો અને ડોક્ટરની પાસે નિયમિત સારવાર માટે જાઓ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ