બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / Eating half pizza a week can decrease the pain level of Rheumatoid Arthritis says the study

મજો પડી જશે / ખોરાકી દવા: પિઝા ખાવાથી દૂર થઈ શકે છે આ ગંભીર બીમારી, વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Vaidehi

Last Updated: 07:20 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો કે અઠવાડિયે અડધો પિઝા ખાવાથી સંધિવાનાં દુ:ખાવામાં નોંધનીય ઘટાડો થાય છે.

  • પિઝાને લઈને કરવામાં આવ્યું રિસર્ચ
  • બીમારીઓને ઘટાડવામાં મદદરૂપ બને છે પિઝા
  • પિઝા ખાવાથી સંધિવાનાં દુ:ખાવામાં થાય છે ઘટાડો

પિઝા એક સૌથી વધુ અનહેલ્ધી ફાસ્ટ ફૂડ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે પિઝા ખાવાથી વજન વધવાનો અને પેટ સંબંધિત સમસ્યાઓ થવાનો ભય રહે છે. ડાયાબિટીઝ, હાર્ટઅટેક અને હાઈબ્લડ પ્રેશર જેવી બીમારીઓ થઈ શકે છે. પરંતુ હાલમાં આવેલા એક રિપોર્ટમાં કહેવાયું છે કે પિઝા ખાવાથી આ તમામ બીમારીઓ થવાનો ખતરો વધતો નથી પરંતુ ઘટે છે. સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે પિઝા ખાવાથી રૂમેટાઈડ અર્થરાઈટિસ (સંધિવા) ની તકલીફો દૂર થાય છે.

સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો
સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે જો પિઝા ફ્રેશ સામગ્રીથી તૈયાર કરવામાં આવ્યો હોય તો તે સંધિવા સંબંધિત સમસ્યાઓ ઓછી કરી શકે છે. NHS અનુસાર સંધિવા એક ઓટોઈમ્યૂન ડિઝીઝ છે. આ બીમારી એવા જ લોકોને થાય છે જેમની ઈમ્યૂન સિસ્ટમ ભૂલથી હેલ્ધી સેલ્સ પર અટેક કરી દે છે જેના કારણે સોજો થવા લાગે છે. સંધિવામાં લોકોને સાંધામાં દુ:ખાવો ઉપડે છે. આ બીમારીનો હાલમાં કોઈ ઈલાજ આવ્યો નથી.

પિઝા ખાવાથી સંધિવાનો દુ:ખાવો ઘટે છે
ઈટલીનાં વૈજ્ઞાનિકનું માનીએ તો અડધો પિઝા ખાવાથી સંધિવાનાં કારણે થતાં દુ:ખાવાને 80% સુધી ઘટાડી શકાય છે. એવું એટલા માટે કારણકે પિઝામાં નાખવામાં આવતી કેટલી સામગ્રીઓ સોજા ઘટાડવામાં ઉપયોગી હોય છે. પિઝામાં ઉપયોગમાં લેવાતી મોઝરેલા ચીઝ અને ઓલિવ ઓઈલ સૌથી વધુ લાભદાયી માનવામાં આવે છે. 

365 લોકો પર થઈ રિસર્ચ
ન્યૂટ્રિએન્ટસમાં પબ્લિશ એક સ્ટડીમાં 18થી 65 વર્ષનાં 365 લોકોને શામેલ કરવામાં આવ્યાં હતાં કે જેમને સંધિવાની બીમારી હતી.જે લોકોએ દર અઠવાડિયે એકથી વધુ વખત અડધો પિઝા ખાધો તેમને સંધિવાનાં દુ:ખાવાથી રાહત મળી. ગંભીર સંધિવાવાળા લોકોએ સમાન માત્રામાં પિઝાનું સેવન કર્યું અને તેમના દુ:ખાવામાં પણ 80% જેટલો સુધારો આવ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ