બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Eating bananas improves heart health

હેલ્થ / શિયાળામાં કેળા ખાવા જોઈએ કે નહીં? જાણો શરીર માટે ફાયદાકારક કે નુકસાનકારક

Pooja Khunti

Last Updated: 03:26 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વાસ્થ્ય નિષ્ણાંતોનાં મતે કેળા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોય છે. પરતું વધુ પડતાં લોકો શિયાળામાં કેળા ખાવાનું બંધ કરી દે છે. આવું ન કરવું જોઈએ.

  • કેળાનાં સેવનથી હ્રદયનું સ્વાસ્થ્ય સારું રહે છે 
  • કેળામાં ભરપૂર પોષણ તત્વો હોય છે 
  • મીઠી વસ્તુ ખાવાની ઈચ્છા પૂર્ણ થાય છે 

શિયાળામાં ફળો ખાવા જોઈએ કે નહિ તેમા પણ ખાસ કરીને કેળા. ઘણા લોકોનું એવું માનવું છે કે શિયાળામાં કેળા ખાવા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તો શું શિયાળામાં કેળા ખાવા જોઈએ કે નહીં અને બાળકોને કેળા ખવડાવવા જોઈએ કે નહીં. 

શું કેળા ખાવા જોઈએ 
સ્વાસ્થ્ય નિષ્ણાંતોનાં મતે કેળા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોય છે. પરતું વધુ પડતાં લોકો શિયાળામાં કેળા ખાવાનું બંધ કરી દે છે. આવું ન કરવું જોઈએ. કેળા ખાવાથી કોઈ નુકસાન નથી થતું. જો તમને શરદી, ઉધરસ અને કફની સમસ્યા હોય તો, ત્યારે કેળાનું સેવન ન કરવું જોઈએ. રાત્રે સૂતા સમયે બાળકોને ખાવા માટે કેળા ન આપવા જોઈએ. કારણકે કેળાથી તરત જ એનર્જી મળે છે. તમે કોઈ પણ મોસમમાં કેળા ખાય શકો છો. પરતું તમને શરદી, ઉધરસ અને કફ હોય ત્યારે તમારે કેળાનું સેવન ન કરવું જોઈએ. 

શિયાળામાં કેળા ખાવાથી થતાં ફાયદાઓ 

કેળાનાં સેવનથી હ્રદયનું સ્વાસ્થ્ય સારું રહે છે 
શિયાળામાં હ્રદયરોગની સમસ્યા વધી જાય છે. હાઇ બીપીનાં દર્દીઓએ શિયાળામાં કેળાનું સેવન કરવું જોઈએ. કેળામાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. જે હ્રદય સંબંધી સમસ્યાઓમાં રાહત આપે છે. કેળામાં કેલ્શિયમ હોય છે. તે હ્ર્દયનાં ધબકાર અને હાઇ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. 

વાંચવા જેવું: શરીરમાં કેલ્શિયમની ઊણપ થાય તો શું લક્ષણો જોવા મળે? કમીનું કારણ અને ઉપાય શું, એક ક્લિકમાં જાણો

કેળામાં ભરપૂર પોષણ તત્વો હોય છે 
કેળામાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ વગેરે પોષક તત્વો હોય છે. જે શરીરનાં હાડકાં માટે ફાયદાકારક હોય છે. કેળાનાં સેવનથી શિયાળામાં થતાં સાંધાનાં દુ:ખાવામાંથી પણ રાહત મળે છે. 

મીઠી વસ્તુ ખાવાની ઈચ્છા પૂર્ણ થાય છે 
જો તમને મીઠી વસ્તુ ખાવાની ઈચ્છા થતી હોય તો તમે કેળા ખાઈ શકો છો. કેળાનાં સેવનથી તમારી મીઠી વસ્તુ ખાવાની ઈચ્છા પૂરી થઈ જશે. આ સાથે કેળા ભૂખ પર પણ નિયંત્રણ રાખે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ