બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / વિશ્વ / During an interview Kamala Harris said that she is prepared to replace the Jo Biden if its necessary

વિશ્વ / શું બાયડનની જગ્યાએ કમલા હેરિસ બનશે અમેરિકાના રાષ્ટ્રપતિ? ઉપરાષ્ટ્રપતિએ કહ્યું- હા હું તૈયાર છું

Vaidehi

Last Updated: 05:27 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

USનાં ઉપરાષ્ટ્રપતિ અને મૂળ ભારતીય કમલા હેરિસે કહ્યું કે જો જરૂર પડશે તો એ બાઈડનને રિપ્લેસ કરીને અમેરિકાની રાષ્ટ્રપતિ બનવા તૈયાર છે.

  • રાષ્ટ્રપતિ પદ સંભાળવા તૈયાર છે કમલા હેરિસ
  • જો બાઈડનની વધતી ઉંમરને ધ્યાનમાં લઈને પૂછાયો હતો સવાલ
  • 77% અમેરિકન્સ નથી ઈચ્છતા કે બાઈડન ફરી રાષ્ટ્રપતિ બને

ઈન્ટરવ્યૂ દરમિયાન કમલા હેરિસે કહ્યું કે વાઈસ પ્રેસિડેંટની ભૂમિકામાં જ સમાવિષ્ટ છે કે જો પ્રસિડેંટ બાઈડન પોતાનો કાર્યકાળ પૂર્ણ કરવામાં અસમર્થ થાય તો તેમણે રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે તૈયાર રહેવું પડે છે. એટલે કે જો પ્રસિડેંટ જો બાઈડન કાર્યકાળ પૂરો ન કરી શકે તો કમલા હેરિસ પ્રેસિડેંટ તરીકેની જવાબદારી સંભાળવા માટે  તૈયાર છે.

પદ સંભાળવા તૈયાર છે કમલા હેરિસ
વિદેશ પ્રવાસ દરમિયાન જ્યારે કમલા હેરિસને 80 વર્ષીય જો બાઈડનની ઉંમરની તરફ ધ્યાન દોરીને પત્રકારે પૂછ્યું કે શું જો જરૂરી હોય તો તમે વાઈસ પ્રેસિડેંટ તરીકે પ્રેસિડેંટની જવાબદારી સંભાળવા માટે તૈયાર છો? ત્યારે કમલા હેરિસે કહ્યું કે જ્યારે-જ્યારે જરૂર પડે ત્યારે રાષ્ટ્રપતિ પદ સંભાળવું એ એમની નોકરીનો જ એક મહત્વપૂર્ણ ભાગ છે. 

ઉંમર જ એક સમસ્યા
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હવે થોડા મહિનાઓ જ બચ્યાં છે. વર્ષ 2024માં અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી થશે. હાલનાં રાષ્ટ્રપતિ જો બાઈડન ફરી પોતાની દાવેદારીની વાત કરી રહ્યાં છે પરંતુ તેમની વધી રહેલી ઉંમર એક સમસ્યા છે. 80 વર્ષીય બાઈડનની ઉંમરને લીધે અમેરિકી લોકો સિવાય તેમની પાર્ટી ડેમોક્રેટ્સ પણ નથી ઈચ્છતા કે બાઈડન ફરી રાષ્ટ્રપતિ બને.

77% અમેરિકીઓ નથી ઈચ્છતા કે બાઈડન ફરી પ્રેસિડેંટ બને
સર્વેક્ષણથી જાણવા મળ્યું કે 77% અમેરિકીઓ અને 69 % ડેમોક્રેટ માને છે કે રાષ્ટ્રપતિ બાઈડન પોતાના દ્વિતીય કાર્યકાળ માટે વૃદ્ધ છે. પરંતુ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું કે સૌથી પહેલા તો હું કહેવા ઈચ્છુ છું કે પહેલાનાં રાષ્ટ્રપતિઓએ જે આશા કરી હતી, સપનાઓ જોયા હતાં અને વાયદાઓ કર્યાં હતાં . પરંતુ વાયદાઓ પૂરા ન કરી શક્યાં. આપણાં રાષ્ટ્રપતિ બાઈડને એ વસ્તુઓને પૂરું કરી બતાવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ