બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / dummy candidates remained without form filling in two seats of Gujarat

ગુજરાત ઇલેક્શન / BJP-AAP બંને પાર્ટી સાથે એક-એક બેઠક પર ખેલ થઈ ગયો! ઉમેદવારી જ ન નોંધાઈ શક્યા નેતાઓ, જાણો કેમ

Dhruv

Last Updated: 09:58 AM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની બે બેઠકો પરથી ડમી ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભર્યા વિનાના રહ્યાં. કારણ કે એકમાં ડમી ઉમેદવાર સમયસર ન પહોંચ્યા તો બીજામાં AAPએ મેન્ડેટ ન આપ્યો.

  • સયાજીગંજ બેઠકના ભાજપ ઉમેદવારનું ડમી ફોર્મ ન ભરાયું
  • કેયુર રોકડિયાના ડમી ઉમેદવાર સમયસર ન પહોંચી શક્યા
  • સુરતમાં AAPના ડમી ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની ઉમેદવારી ફોર્મ ભરવાની ગઇ કાલે (17 નવેમ્બર) છેલ્લી તારીખ હતી. જ્યારે આજે ફોર્મની ચકાસણી કરાશે અને 21મી તારીખે ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે. ત્યારે રાજ્યમાં ભાજપ અને AAP એમ બંને પાર્ટીના ઉમેદવારો સાથે બે અલગ-અલગ બેઠકો પર દાવ થઇ ગયો હતો.

બે કલાક સુધી ન પહોંચતા ડમી ઉમેદવાર ફોર્મ ભરવાથી બાકાત
જેમાં વાત કરીએ વડોદરાની સયાજીગંજ બેઠકની તો આ બેઠક પરથી ભાજપ ઉમેદવારનું ડમી ફોર્મ ન ભરી શકાયું. કેયુર રોકડિયાના ડમી ઉમેદવાર સમયસર ન પહોંચી શકતા એટલે કે ડમી ઉમેદવાર બે કલાક સુધી ન પહોંચતા તેઓનું ઉમેદવારી ફોર્મ ભરવાનું બાકી રહી ગયું. મહત્વનું છે કે, ડમી ઉમેદવારને હાજર રાખવાની જવાબદારી સંગઠનની હતી. સંગઠને ટ્રાફિક જામમાં ડમી ઉમેદવાર ફસાયા હોવાનું બહાનું આગળ ધર્યુ હતું. પૂર્વ કાઉન્સિલર બિપીન પટેલને ડમી ઉમેદવારી તરીકે ફોર્મ ભરવાનું હતું.

AAPએ મેન્ડેટ ન આપતા ડમી ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી
તો બીજી બાજુ સુરતમાં AAPના ડમી ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. સુરતની પૂર્વ બેઠક પરથી સલીમ મુલતાનીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. AAPએ ડમી ઉમેદવાર સલીમ મુલતાનીને મેન્ડેટ પણ આપ્યો ન હતો. ત્યારે અંતે સલીમ મૂલતાનીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું. તમને જણાવી દઇએ કે, સુરત પૂર્વની બેઠક પરથી કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચ્યું હતું. આથી આ બેઠક પરથી સલીમ મૂલતાનીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પરંતુ AAPએ ડમી ઉમેદવાર સલીમ મુલતાનીને મેન્ડેટ ન આપતા તેઓએ ઉમેદવારી પરત ખેંચી લીધી. ત્યારે હવે 16માંથી 15 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાશે.

વધુમાં તમને જણાવી દઇએ કે, વિધાનસભાની ચૂંટણીમાં ગુરુવારે સુરતમાં વધુ 29 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં સુરતમાં હવે 168 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 અને મજુરામાં સૌથી ઓછા 4 ઉમેદવારો છે. શહેરમાં સૌથી વધુ પરપ્રાંતિય મતદારો ધરાવતી લિંબાયત બેઠક પર 44માંથી 31 મુસ્લિમ અને 13 હિંદુ ઉમેદવારો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ