બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Due to unseasonal rains, the farmers have suffered huge losses in their crops, the government has demanded immediate assistance

હે ભગવાન / 15 મિનિટના વરસાદે ખેડૂતોના પાકની પથારી ફેરવી! ખેતરોના દ્રશ્યો જોઈ દયા આવશે

Vishal Dave

Last Updated: 08:14 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માવઠાને કારણે રાજ્યના ખેડૂતોને ખુબ મોટુ નુકસાન થયું છે. તૈયાર થવાને આરે આવેલા પાકને માવઠાને કારણે નુકસાન જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

 

સાબરકાંઠાના પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી સહિત ઇડરના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથેના વરસાદના પગલે ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે.. જેમાં વડાલી પંથકમાં 12 હજાર 665 હેક્ટરમાં ઘઉં તેમજ 800 હેક્ટરમાં ચણાનું વાવેતર કરાયું છે... સાથોસાથ 630 હેક્ટરમાં શાકભાજી સહિત જીરું અને મકાઈનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયેલું છે..વડાલી તાલુકાના વાસણા, ભંડવાલ, કેસરગંજ, રહેડા, અરસામડા, અસાઈ, બડોલ, કંજેલી, વડગામડા, મોરડ, ચામુ, મેધ, ડોભાડા ગામડી, ધામડી, જેવા આજુબાજુના તમામ મોટાભાગના વડાલી તાલુકાના ગામોમાં મોટી નુક્સાની વેઠવાનો વારો આવ્યો છે.. આજે વડાલી તાલુકા મથકે મોટી સંખ્યામાં ખેડુતોએ આવેદનપત્ર આપી તાત્કાલીક આર્થિક સહાયની માંગ કરી હતી 

આ પણ વાંચોઃ  માર્ચમાં મુશળધાર: સૌથી વધુ અંજારમાં દોઢ ઈંચ વરસાદ, ગુજરાતનાં 91 તાલુકાઓમાં પડ્યું માવઠું
                       

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદને પગલે રવિ પાકમાં વાવેતર કરાયેલા ઘઉ,મકાઈ,વરિયાળી,બટાકા જેવા પાકોમાં વ્યાપક નુકશાન થયું છે... અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં કુલ 1 લાખ 24 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ જુદાજુદા રવી પાકોનું વાવેતર કર્યું હતું..જેમાં સૌથી વધુ 80 હજાર હેક્ટર જમીનમાં ઘઉના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, અને 30 હજાર હેક્ટરમાં બટાકા , 10 હજાર હેક્ટર જમીનમાં વરિયાળી સહિતના પાકોની વાવણી કરવામાં આવી હતી.. ત્યારે વાવેતર બાદ પાક તૈયાર થઇ જવાના આરે હતો તેવામાં વરસેલા કમોસમી વરસાદને કારણે પાકને મોટું નુકશાન થયું છે...ત્યારે જિલ્લામાં સૌથી વધુ ઘઉં અને મકાઈના પાકને નુકશાન થયું છે...ત્યારે સરકાર દ્વારા સરવે કરી સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માગણી કરી રહ્યા 


મહીસાગરમાં પણ માવઠાથી ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે.. ઉભા પાકનો સોંથ વળી ગયો છે.. માવઠાથી થયેલા નુકસાન બાદ ખેડૂતો ચિતિંત હાલતમાં છે. ..જે પાક  ઉછીના પૈસા લઇને અને રાત દિવસ મહેનત કરીને તૈયાર કર્યો હતો.. તે નષ્ટ થતા હવે શું કરવું તે સવાલ ઉભો  થયો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ