બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / Due to torrential unseasonal rains, weddings in Gujarat have been spoiled

મુસીબત / ક્યાંક તૂટી ગયો માંડવો, તો ક્યાંક પાર્ટીપ્લોટમાં ભરાઈ ગયા પાણી: ધોધમાર વરસાદના કારણે ગુજરાતમાં લગ્નની રોનક બગડી, ભારે નુકસાન

Dinesh

Last Updated: 02:51 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rain: અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદથી થલતેજના સમૂહ લગ્ન પ્રસંગમાં વિક્ષેપ થયો છે તો સુરતમાં લગ્ન મંડપમાં પાણી ભરાયા છે

  • રાજ્યમાં કમોસમી વરસાદે મુસીબત લાવી
  • થલતેજના સમૂહ લગ્ન પ્રસંગમાં વિક્ષેપ થયો
  • સુરતમાં લગ્ન મંડપમાં પાણી ભરાયા

રાજ્યમાં અત્યારે વરસાદ મુશ્કેલીઓ લઈને આવ્યો છે. ઠેર ઠેર વરસાદી માહોલના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે તેમજ સ્વેટર ઉપર રેઈન કોટ પહેરવા મજબૂર બન્યા છે તો બીજી તરફ અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે વરસાદ વિઘ્ન બન્યો છે. કમોસમી મુસીબતે લગ્ન આયોજકોને મોટી મુશ્કેલીમાં મુકી દીધા છે

લગ્ન પ્રસંગમાં મુશ્કેલીઓ વધી
દહેગામ અને આસપાસના વિસ્તારોમાં કડાકા સાથે વરસાદ ખાબક્યો છે. જેને લઈ લગ્ન પ્રસંગમાં મુશ્કેલીઓ વધી છે. તો બીજી તરફ ખેડૂતોમાં માવઠાને કારણ ચિંતા પ્રસરી છે.

તમામ સામગ્રી પલળી જતા મુશ્કેલી વધી
અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદથી થલતેજના સમૂહ લગ્ન પ્રસંગમાં વિક્ષેપ થયો છે. થલતેજમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં આવેલા 2500થી વધુ લોકો હેરાન પરેશાન થયા છે. વરસાદના લીધે તમામ સામગ્રી પલળી જતા મુશ્કેલી પડી રહી છે.  આયોજકોએ જણાવ્યું કે, વરસાદના પ્રકોપના કારણે લગ્નનો માહોલ બગડ્યો છે 

લગ્ન પ્રસંગની રોનક બગડી 
અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદ પગલે લગ્ન પ્રસંગની રોનક  બગડી છે. શહેરમાં વરસાદથી લગ્નપ્રસંગોમાં વિક્ષેપ થયો છે. લગ્નની સિઝનમા જ વરસાદ આવતા આયોજકો મુંજવણમાં મુકાયા છે. શહેરના કેટલાક પાર્ટી પ્લોટમાં પાણી ભરાઈ ગયું છે.

સુરતમાં વરસાદે રંગમાં ભંગ પાડ્યો
સુરતમાં લગ્ન મંડપમાં પાણી ભરાયા છે. દીકરીના લગ્ન હોવાથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારે પવનના લીધે બાંબૂ તૂટી પડતા મંડપનું કાપડ ફાટી ગયું છે તેમજ D.Jના સ્પિકર સહિત અન્ય ઈક્વિપમેન્ટ વરસાદમાં પલડયા છે. 

વરસાદે લગ્રપ્રસંગની મજા બગાડી 
અમદાવાદમાં પડેલા કમોસમી વરસાદે લગ્રપ્રસંગની મજા બગાડી છે. ગોતાના પાર્ટી પ્લોટમાં લગ્નની તૈયારીમાં વરસાદ વિઘ્ન બન્યો છે. લગ્રપ્રસંગમાં વરસાદ આવતા પરિવારજનો ચિંતામાં મૂકાયા છે. આયોજકે જણાવ્યું કે, અમે ઘણા સમયથી લગ્નની તૈયારી કરતા હતા. લગ્નમાં કોઈ કચાસ ન રહે તેની વિશેષ કાળજી રાખી હતી 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ