બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Due to diabetes these 3 organs are affected the most

તમારા કામનું / ડાયાબિટીઝના કારણે આ 3 અંગો થાય છે સૌથી વધુ પ્રભાવિત, જાણો કોના પર છે ખતરો અને કઈ રીતે કરવો કંટ્રોલ

Kishor

Last Updated: 11:08 AM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસના દર્દીની કિડની, આંખ અને મગજ પર ખરાબ અસર કરી શકે છે. જેથી જરૂરી એ છે કે તમે તમારી લાઈફસ્ટાઈલ બદલો અને કેટલીક ખાસ ટીપ્સને અનુસરવી જોઈએ.

  • મોટા ભાગના લોકો પીડાઈ રહ્યાં છે ડાયાબિટીસની બિમારીથી
  • દર્દીની કિડની, આંખ અને મગજ પર ખરાબ અસર 
  • તમારી લાઈફસ્ટાઈલ બદલો અને કેટલીક ખાસ ટીપ્સને ફોલો કરો

અત્યારની ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવા-પીવાની ખોટી આદતોના કારણે આજે દરેક ઘરમાં તમને ડાયાબિટીસના દર્દીઓ જોવા મળશે. અત્યારે મોટા ભાગના લોકો ડાયાબિટીસની બિમારીથી પીડાઈ રહ્યાં છે. આ ડાયાબિટીસના કારણે શરીરના અન્ય અંગો પ્રભાવિત થાય છે. જો ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ન આવે તો તે ગંભીર રૂપ પણ લઈ શકે છે. ડાયાબિટીસના દર્દીની કિડની, આંખ અને મગજ પર ખરાબ અસર કરી શકે છે. જેથી જરૂરી એ છે કે તમે તમારી લાઈફસ્ટાઈલ બદલો અને કેટલીક ખાસ ટીપ્સને ફોલો કરો.

ડાયાબિટીસ હજુય કંટ્રોલમાં નથી આવી રહ્યો! તો આજથી જ ખાવાનું શરૂ કરો આ 5 કાચી  શાકભાજી, મળશે ગુડ રિઝલ્ટ | Diabetes is still not under control! So start  eating these 5 raw

વજનને કંટ્રોલમાં રાખો
ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવી હોય તો સૌથી પહેલા તમારા વજનને કાબુમાં રાખવું ખુબ જરૂરી બને છે. મોટાપો એ ડાયાબિટીસનું સૌથી મોટુ કારણ છે.. જે લોકો ઓવરવેટ છે તેમને ડાયાબિટીસનો ખતરો સૌથી વધારે હોય છે. જેથી વજન કંટ્રોલમાં રાખો.

વાંચવા જેવું: ફેફસાંમાંથી કફને કાઢીને બહાર ફેંકી દેશે આ 8 નુસખા: શિયાળામાં શરદી થાય તો ખાસ કામમાં આવશે

ડાયટમાં કરો બદલાવ
ડાયટ દ્વારા તમે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકો છે. જરૂરી એ છે કે તમે તમારા ડાયેટમાં ફાઈબરને ભરપૂર માત્રામાં સામેલ કરો. જમવામાં તમારે વધુમાં વધુ ફળો અને શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ.. તમે ઘઉંના બદલે મલ્ટીગ્રેન લોટ વાપરી શકો છો.

સ્ટ્રેસ ઓછો લેવો
ચિંતાએ ઘણી બિમારીઓનું સૌથી મોટુ કારણ હોય છે. ટેન્શન અને સ્ટ્રેસ હોય તો શરીરમાં બ્લડ શુગર લેવલ ખુબ જ વધી જાય છે. જો જીવનમાં સતત ચિંતા રહેતી હોય તો કોર્ટિસોલ હાર્મોન વધવા લાગે છે.. જેના કારણે તમે ઓવરવેટનો શિકાર બનો છો અને ધીમે ધીમે ડાયાબિટીસ વધવા લાગે છે.

દરરોજ એક્સરસાઈઝ કરો
જે લોકો દરરોજ વ્યાયામ કરે છે અથવા તો કોઈ શારીરિક પ્રવૃત્તિ કરે છે તો તેનું સુગર કંટ્રોલમાં રહે છે.. કસરત કરવાથી હર્દયનો ફાયદો થાય છે.. જેથી દરેક વ્યક્તિએ દરરોજ 45 મિનિટ ચાલવું અથવા કસરત કરવી જોઈએ. 

નિયમિત રીતે તપાસ કરાવતા રહો
શુગરને કંટ્રોલ કરવાની એક રીત એ છે કે તમે તમારા શુગર લેવલને સમયાંતરે તપાસ કરતા રહો.. જો શુગર લેવલ વધી જાય તો તમે તપાસ કરાવીને સરળતાથી કંટ્રોલમાં લાવી શકો છો..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ