બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / અજબ ગજબ / વિશ્વ / due to climate change some countries become too hot for humans to live on earth

ચોંકાવનારું રિસર્ચ / OMG! પૃથ્વી પર મંડરાઇ રહ્યું છે ખતરનાક સંકટ, થઇ શકે છે કરોડો લોકોના મોત! જાણો કારણ

Arohi

Last Updated: 09:09 AM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Climate Change: અમેરિકામાં રિસર્ચર્સનું કહેવું છે કે ભારત, પાકિસ્તાન, પૂર્વ ચીન અને સબ-સહારા આફ્રીકાએ સહન નહીં કરી શકે તેવી ગરમીનો સામનો કરવો પડી શકે છે.

  • પૃથ્વી પર આવવાનો છે આકરો સમય 
  • કરોડો લોકોના થઈ શકે છે મોત 
  • જાણો શું છે તેનું કારણ 

પૃથ્વીનો એક મોટો ભાગ આવનાર સમયમાં એટલો વધારે ગરમ થઈ શકે છે કે ત્યાં માણસ રહી નહીં શકે. તેની સૌથી વધારે અસર તે વિસ્તારમાં પડશે જ્યાં દુનિયાની સૌથી વધુ આબાદી રહે છે. 

ઉત્તર અને દક્ષિણ અમેરિકા, એશિયા અને મિડલ ઈસ્ટ એ જગ્યા હશે જ્યાં તાપમાન એટલું વધારે વધી જશે કે લોકોને ઠંડી જગ્યાઓ તરફ જવા માટે મજબૂર થવું પડશે. તેનું મુખ્ય કારણ સતત જળવાયુ પરિવર્તનમાં થતા ફેરફાર હશે. 

આ દેશોને સહન કરવી પડશે વધારે ગરમી 
અમેરિકામાં રિસર્ચર્સનું કહેવું છે કે ભારત, પાકિસ્તાન, પૂર્વી ચીન અને સબ-સહારા આફ્રીકા સહન ન કરી શકે તેવી ગરમીનો સામનો કરી શકે છે. ઈન્ડિયાના રાજ્યના પર્ડ્યૂ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ મેથ્યૂ હ્યૂબરનું કહેવું છે કે ભીષણ ગરમીનો સૌથી વધારે પ્રકોપ તે વિસ્તાર પર પડશે જે વધારે અમીર નથી અને ત્યાં આવનાર સમયમાં આબાદી ઝડપથી વધવાની છે. સૌથી વધારે ચોંકાવનારી વાત તો એ છે કે આ વિસ્તારમાં સૌથી ઓછા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે. 

કરોડો લોકોના થઈ શકે છે મોત 
પ્રોફેસર ડૉ મેથ્યૂ હ્યૂબરે આગળ કહ્યું કે ભીષણ ગર્મીના કારણે અબજો ગરીબ લોકો તડપવાના છે. તેમાંથી કોરોડો લોકોના મોત થઈ જશે. તે કહે છે કે એવું નથી કે ગરમીના પ્રકોપનો કહેર ફક્ત ગરીબ દેશો પર પડશે જે ખૂબ વધારે ગ્રીનહાઉસ ગેસ પેદા કરે છે. તેમણે કહ્યું કે અમીર દેશોને વધતા તાપમાનથી આવતી લૂ અને હીટવેવમાંથી પસાર થવું પડશે. ગરમીની અસર કેનેડા અને યુરોપમાં પહેલા જ જોવા મળી ચુકી છે. 

રહેવા લાયક નહીં રહે દુનિયા 
અમેરિકી પ્રોફેસરે જણાવ્યું કે જો તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સ્તરથી 1.5Cથી વધારે વધી જાય છે તો ગરીબ દેશોનો મોટો ભાગ રહેવા લાયક નહીં રહે. આ વાતની જાણકારી એવા સમય પર સામે આવી છે જ્યારે દુનિયાને 'સૌથી ગરમ સપ્ટેમ્બર'નો સામનો કરવો પડ્યો છે. 

સપ્ટેમ્બરમાં સરેરાશ તાપમાન 16.38 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યું છે. સૌથી વધારે ડરાવનાર વાત તો એ છે કે લોકો આ બધુ થવા છતાં પર્યાવરણની તરફ ધ્યાન નથી આપી રહ્યા જે ખૂબ જ ચિંતાજનક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ