બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Drugs mafia using Gujarat's seas to smuggle drugs

નાપાક ઈરાદા / ગુજરાતમાં એક સપ્તાહમાં 10 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું, જુઓ કોણ છે યુવાધનને નશાના રવાડે ચડાવનાર?

Vishnu

Last Updated: 10:28 PM, 20 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારાને પોતાના કાળા કારોબારનો અડ્ડો બનાવ્યો, નાપાકના ઈરાદાઓ ભારતના યુવાધનને નશાના રવાડે ચડાવવાના છે.

  • પાકિસ્તાનની નજર ભારતના યુવાઓ પર
  • 10 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
  • કેમ વારંવાર ગુજરાતના દરિયાનો થાય છે ઉપયોગ?

આપણે ત્યાં નવરાત્રી એટલે કે, ગરબે ઝૂમવાનો અવસર. પરંતુ જેવી જ તહેવારોની શરૂઆત થઈ છે કે, ડ્રગ્સ માફિયાઓ પણ સક્રિય થયા છે.  ભારતની જમીની સરહદો પર પહેરો વધતા હવે ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારાને પોતાના કાળા કારોબારનો અડ્ડો બનાવ્યો છે.  અને  તહેવારો પહેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  જેમાં હાલમાં જ ગુજરાતના દરિયા મારફતે દેશનમાં કરોડોના ડ્રગ્સ ઘુસાડવાના બે પ્રયાસો નિષ્ફળ કરાયા છે

ગુજરાતમાં ક્યાંથી કેટલું અને કેટલા કરોડનું ડ્રગ્સ ઝડપાયું
2021ના વર્ષમા ગુજરાત કિનારા પર તથા ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળ સિમામાંથી કરોડો રૂપીયાના હેરોઈન ડ્રગ્સના કન્સાઈમેન્ટ પકડાયા છે. જેમાં ગત 19 સપ્ટેમ્બરે પોરબંદર કોસ્ટ ગાર્ડ અને એટીએસ ટીમે. . આંતરરાષ્ટ્રીય દરિયાઈ સિમામાંથી 7 ઈરાની શખ્સને બોટ અને 150 કરોડ રુપીયાના હેરોઈન સાથે ઝડપી લીધા છે. ગત 15 સપ્ટેમ્બરે મુંદ્રામાંથી DIRએ બે કન્ટેનરમાંથી 2988 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે.  જેની કિંમત 10 હજાર કરોડ આંકવામાં આવી છે. આ સિવાય આંકડા પર નજર કરીએ તો.  જાન્યુઆરી 2021માં કચ્છના દરિયામાંથી 5 પાકિસ્તાની માછીમાર સાથે 175 કરોડનું હેરોઈન ઝડપાયું હતું.  જ્યારે એપ્રિલ 2021માં 8 પાકિસ્તાની સાથે 150 કરોડનું 30 કિલોગ્રામ હેરોઈન ઝડપાયું હતું.  આ પહેલા ગુજરાત ATSએ 2019માં આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી 100 કિલો હેરોઈનનો જથ્થો ઝડપ્યો હતો. તો  2018માં જામ સલાયાના બે શખ્સો પાસેથી 30 કરોડનું 5 કિલો હેરોઈન ઝડપાયું હતું. . તો 2017માં  સુરક્ષા એજન્સીઓએ 1500 કિલોગ્રામ હેરોઈન ગુજરાતની જળસીમામાંથી ઝડપ્યું હતું.  આ આંકડા જ દર્શાવે છે કે, ગુજરાત અને દેશના યુવાનોની જિંદગી બર્બાદ કરવા માટે દર વર્ષે કેટલા પ્રમાણમાં ડ્રગ્સ  ઘુસાડવામાં આવે છે.

કચ્છના મુંદ્રા પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાવવાનો મામલો

  • આરોપી દંપત્તિને ભૂજ નાર્કોટિક્સ કોર્ટમાં રજૂ કરાયા
  • આરોપી સુધાકર અને વૈશાલીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
  • DRIની ટીમ ચેન્નઇ, વિજયવાડા અને દિલ્લી તપાસ કરશે
  • અફઘાનિસ્તાનમાં પોર્ટ ન હોવાથી ઇરાનથી આ ડ્રગ્સ મોકલાયુ હતું
  • અગાઉ મુંદ્રા પોર્ટ પરથી 3 હજાર કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતુ

 બિનવારસી હાલતમાં પણ મળી આવ્યું છે ચરસ
વિચાર કરો આ તો માત્ર હેરોઈનના આંકડા છે.  આ સિવાય કરોડો રૂપિયાના અન્ય ખતરનાક ડ્રગ્સ પણ વારંવાર ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ થયો,. છેલ્લા બે વર્ષમાં જ ચરસ ભરેલા પેકેટ બીન વારસી હાલતમાં મળવાની 4 ઘટનાઓ બની.  જેમાં મરીન પોલીસ, કોસ્ટગાર્ડ અને BSFની ટીમને જુદા-જુદા સ્થળો પરથી 1552 કિલો ચરસ મળ્યું હતું.  જેની કિંમત પણ કરોડો રૂપિયા થાય છે.  આમ વારંવાર ગુજરાતના દરિયા કિનારાનો જીવલેણ ડ્રગ્સ ઘુસાડવા માટે ઉપયોગ થઈ રહ્યો છે.  2020માં તો કોરોનાના કારણે બધું બંધ હોવાથી ડ્રગ્સ માફિયાઓ પણ ઘરે બેસી ગયા હતા.  પરંતુ જેવી જ ફરી તહેવારોની સિઝન આવી કે, ડ્રગ્સ માફિયાઓ સક્રિય થયા છે.  ગુજરાત અને દેશના યુવાધનને બર્બાદ કરવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે

હાલ એક વાત તો સ્પષ્ટ છે કે, પાકિસ્તાન નાર્કો ટેરેરિઝમ દ્વારા દેશના યુવાનોને બર્બાદ કરવાનું નેટવર્ક ફેલાવી રહ્યું છે.  પંજાબ બાદ હવે ગુજરાતની યુવાપેઢી પાકિસ્તાનનો ટાર્ગેટ હોવાની આશંકાઓ છે.  ત્યારે આ ડ્રગ્સ માફિયાઓને રોકવા માટે સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય બની છે.  પરંતુ માત્ર સુરક્ષા એજન્સીઓથી જ આ અટકાવવું અશક્ય છે.  તેના માટે ગુજરાત અને દેશના દરેક જાગૃત નાગરિકે જાગવું પડશે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ