બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Drove a taxi to earn a living equaled the legendary Imran Khan in debut series, once got an offer to play for Australia Aamir Jamal:

ધમાકેદાર પ્રદર્શન / પૈસા કમાવવા માટે ટેક્સી ચલાવી... ડેબ્યૂ સીરિઝમાં વર્લ્ડકપ ચેમ્પિયનની કરી બરાબરી, કોણ છે આ નવો ખેલાડી

Pravin Joshi

Last Updated: 02:13 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનને આમેર જમાલના રૂપમાં એક ઉત્તમ ખેલાડી મળ્યો છે જે બોલની સાથે સાથે બેટથી કેવી રીતે પાયમાલ કરવી તે જાણે છે. આ ઓલરાઉન્ડરે ઓસ્ટ્રેલિયા જઈને પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. જમાલે ડેબ્યૂ સિરીઝમાં પોતાના ધમાકેદાર પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે.

  • આમેર જમાલે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું
  • 27 વર્ષના જમાલે ઈમરાન ખાનના રેકોર્ડની બરાબરી કરી
  • જમાલ પોતાનું ગુજરાન ચલાવવા માટે ટેક્સી ચલાવતો 

પાકિસ્તાન ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર એક શાનદાર ઓલરાઉન્ડર મળ્યો છે. આ ઓલરાઉન્ડરનું નામ છે આમિર જમાલ. જમાલે ઓસ્ટ્રેલિયા સામે પોતાની ટેસ્ટ કારકિર્દીની શાનદાર શરૂઆત કરી છે. આ પ્રવાસમાં તેણે માત્ર બોલ જ નહીં બેટથી પણ પોતાના કરિશ્માઈ પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા. ઓસ્ટ્રેલિયાની ઝડપી અને ઉછાળવાળી પીચો પર ડેબ્યૂ કરવું કોઈપણ ફાસ્ટ બોલર માટે સપનું હોય છે. પાકિસ્તાનના આમેર જમાલ માટે ઓસ્ટ્રેલિયામાં તેનું ટેસ્ટ ડેબ્યુ યાદગાર બની ગયું છે. તે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પાસેથી છગ્ગા ફટકારી રહ્યો છે. ડેબ્યૂ સિરીઝમાં જમાલે પાકિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર ઈમરાન ખાનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. કોણ છે 27 વર્ષનો આમેર જમાલ, જેને પોતાના પરિવારનું પેટ ભરવા માટે ટેક્સી ચલાવવી પડી હતી.

 

2022માં તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી 

પાકિસ્તાનના સુંદર શહેર મિયાંવાલીમાં જન્મેલા આમેર જમાલે સપ્ટેમ્બર 2022માં તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં એટલે કે 2023ના અંતમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 3 મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં જમાલે પ્રથમ દાવમાં 6 વિકેટ લઈને હલચલ મચાવી હતી. જમાલે પર્થની ઝડપી અને ઉછાળવાળી પીચ પર પોતાની શાર્પ બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે આ ટેસ્ટમાં કુલ 7 વિકેટ લીધી હતી.

વાંચવા જેવું : ત્રીજી ટેસ્ટ મેચમાં હાર પાકિસ્તાનની, તો ભારતીય ટીમને પોઇન્ટ્સ ટેબલમાં કઇ રીતે નુકસાન થયું, સમજો ગણિત

ડેબ્યૂ ટેસ્ટ સિરીઝમાં ઈમરાન ખાનની 18 વિકેટની બરાબરી કરી

શ્રેણીની બીજી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. બોક્સિંગ ડે પર રમાયેલી આ ટેસ્ટમાં જમાલે પ્રથમ દાવમાં 3 અને બીજી ઇનિંગમાં 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે આ મેચની પ્રથમ ઇનિંગમાં 33 અણનમ રન પણ બનાવ્યા હતા. સિડનીમાં ચાલી રહેલી સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં જમાલ 9મા નંબરે આવ્યો હતો અને તેણે 82 રનની ઇનિંગ રમીને પોતાની ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી. આ પછી તેણે ઓસ્ટ્રેલિયા માટે 6 વિકેટ લઈને યજમાનોની કમર તોડી નાખી હતી. જમાલ ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં 18 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં પેટ કમિન્સ (19 વિકેટ) પછી બીજા સ્થાને રહ્યો. આ સમયગાળા દરમિયાન તેણે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઈમરાન ખાનના રેકોર્ડની બરોબરી કરી. જેણે 1976-77માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર 3-ટેસ્ટ શ્રેણીમાં 18 વિકેટ લીધી હતી, જેમાં ત્રણ વખત 5 વિકેટ ઝડપી હતી. જમાલ આ સિરીઝમાં પાકિસ્તાન તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેને સિડની ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

આમેર જમાલના સંઘર્ષની વાર્તા

333આમિર જમાલને પાકિસ્તાન ક્રિકેટ ટીમ સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આમિર કહે છે કે તેણે કરેલા સંઘર્ષને કારણે તેને આ બધું મળ્યું છે અને તે તેનું સન્માન કરે છે. 2014-15માં પાકિસ્તાનની અંડર-19 ટીમમાં રમી ચૂકેલા જમાલને આગામી 4 વર્ષ સુધી બહુ ઓછું ક્રિકેટ રમવા મળ્યું. આ જમણા હાથના ફાસ્ટ બોલરને તે જ સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રમવાનું આમંત્રણ પણ મળ્યું હતું અને તે ત્યાં ક્લબ ક્રિકેટ પણ રમ્યો હતો. જો કે, બાદમાં તે પાકિસ્તાનની અંડર-23 ટીમમાં રમવા ઓસ્ટ્રેલિયાથી પાકિસ્તાન પરત ફર્યો હતો. તેણે 2018માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. પરિવારને આર્થિક સંકટનો સામનો ન કરવો પડે તે માટે આમેરે બેંકમાંથી લીઝ લઈને ટેક્સી પણ ચલાવી હતી. તે બે પાળીમાં ટેક્સી ચલાવતો હતો. ત્યાર બાદ તે ક્રિકેટની પ્રેક્ટિસ કરતો હતો. પીસીબી દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં તેણે આ વાત કહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ