બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Drinking coffee on an empty stomach has very bad effects on health

રીસર્ચ / શું તમને પણ સવારે ઉઠ્યાની સાથે કોફી પીવાની છે ટેવ? તો ચેતજો રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો!

Kishor

Last Updated: 05:47 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેલી એક્સપ્રેસના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ઊંઘમાં અગવડતા પડવી અને સાથે જ કોફીનું સેવન કરવું આ બંને ગ્લુકોઝને તેની મર્યાદાથી વધુ વધારી શકે છે.

  • ખાલી પેટે કોફી પીવાથી સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર
  • ડેલી એક્સપ્રેસના રિપોર્ટમાં બહાર આવ્યું તારણ
  • હૃદય રોગ, કિડનીના રોગ અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગનું પ્રમાણ

ઘણા લોકોને સવારે ઉઠતાની સાથે જ કોફી પીવાની આદત હોય છે. ત્યારબાદ જ તેઓ નાસ્તો કરતા હોય છે. ત્યારે આ મામલે એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંતો દ્વારા દાવો કરવામાં આવ્યો કે સવારે નાસ્તો કર્યા પહેલા એટલે કે ખાલી પેટે કોફી પીવાથી સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

કોફી પીવાની આદત સમય પહેલા કરી શકે છે તમને વૃદ્ધ, જાણો દિવસમાં કેટલા કપ કોફી  પીવી જોઈએ | The habit of drinking coffee can make you old, know how many  cups of

બ્લડ ગ્લુકોઝ જે એનર્જી માટે ખૂબ જ મહત્વનું છે

ડેલી એક્સપ્રેસના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર રિસર્ચમાં જાણવા મળ્યું કે ઊંઘમાં અગવડતા પડવી અને સાથે જ કોફીનું સેવન કરવું આ બંને ગ્લુકોઝને તેની મર્યાદાથી વધુ વધારી શકે છે. બ્લડ ગ્લુકોઝ જે એનર્જી માટે ખૂબ જ મહત્વનું છે તે લોહી મારફતે શરીરની કોશિકાઓ સુધી પહોંચે છે. હૃદય રોગ, કિડનીના રોગ અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગને રોકવા માટે તે મદદ કરવા ગ્લુકોઝની નિશ્ચિત મર્યાદા ટકાવી રાખવી જરૂરી છે.

તમે પણ કોફી એડિક્ટ છો? તો જાણી લો તેના ફાયદા અને નુકસાન | Know benefits and  disadvantage of coffee

ત્રણ તબક્કામાં કરાયું રિસર્ચ

રિસર્ચ દરમિયાન 29 લોકોએ ભાગ લીધો હતો જેમાં તેમની ત્રણ પ્રકારની ચકાસણી કરવામાં આવી હતી. પહેલા પ્રથમ સારી ઊંઘમાંથી જાગતા પહેલા ખાંડયુક્ત પ્રવાહી આપવામાં આવ્યું હતું અને બીજા તબક્કામાં ખરાબ ઊંઘ પછી મીઠી પીણું આપવામાં આવ્યું હતું. ત્રીજા તબક્કામાં ઉઠ્યા પછી બ્લેક કોફી અને તેના એક કલાક પછી મીઠુ પ્રવાહી અપાયું હતું. ત્યારબાદ તમામ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને જેના રિપોર્ટમાં બ્લડ ગ્લુકોઝની તપાસ કરવામાં આવી હતી. પરિણામમાં સામે આવ્યું કે જે તબક્કામાં માણસોની નીંદ અધવચ્ચે તૂટી હતી અને ત્યારબાદ તેઓનો ગ્લુકોઝ લેવલ પર કોઈ વધુ પ્રભાવ પડ્યો ન હતો.

કોફો કોઈ પણ વ્યક્તિની કોર્ટિસોલ સ્તર વધારે છે

પરંતુ ત્રીજા તબક્કામાં ખાલી પેટે સ્ટ્રોંગ કોફી પીવાવાળા લોકોના બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ લગભગ ૫૦ ટકા વધી ગયું હતું. રિસર્ચ દરમિયાન ન્યુટ્રિશિયન એક્સપર્ટની ટીમે નિષ્કર્ષ કાઢ્યો હતો કે નાસ્તાની પહેલા બ્લેક કોફી પીવાવાળા લોકોને વાસ્તવમાં મેટાબોલીસમ અને સુગર પર અસર પડે છે. એવું એટલા માટે થાય છે કે કોફો કોઈ પણ વ્યક્તિની કોર્ટિસોલ સ્તર વધારે છે. જેને સામાન્ય થતા સમય લાગે છે. શરીરનું મુખ્ય સ્ટ્રેસ હોર્મોન છે અને જો તેનું સ્તર લાંબા સમય સુધી ઊંચું રહે છે, તો સતત હાઈ બ્લડ સુગર અને ડાયાબિટીસનું જોખમ રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ