બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / Dressed in saffron sash and got ticket overnight: How many leaders from Congress did BJP save? See the full list

ઈલેક્શન 2022 / ભગવો ખેસ પહેર્યો અને રાતોરાત ટિકિટ મળી: કોંગ્રેસમાંથી આવેલા કેટલા નેતાઓને ભાજપે સાચવ્યા? જુઓ આખું લિસ્ટ

Vishal Khamar

Last Updated: 03:40 PM, 10 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ જવા પામી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા પોત પોતાની પાર્ટીના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાજપમાં જોડાયેલ લોકોની ટિકિટ આપવામાં આવી છે.

  • ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ
  • પક્ષપલ્ટો કરી ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના નવ લોકોને ટિકિટ અપાઈ
  • છોટાઉદેપુરથી પૂર્વ ધારાસભ્યના પુત્રને ટિકિટ આપવામાં આવી

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદીની લાંબી રાહ જોવડાવ્યા બાદ ભાજપ દ્વારા આજે 160 વિધાનસભાની સીટોના ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે.ભાજપ દ્વારા સૌથી વધુ યુવા મતદારો પર ધ્યાન કેન્દ્રીત કરી યુવા મતદારોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે પુત્રને ટીકીટ અપાવવા માટે બે દિવસ પહેલા જ કોંગ્રેસના હાથ છોડીના ભાજપનો ખેસ ધારણ કરનાર મોહન રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપ દ્વારા છોટાઉદેપુરથી ટીકીટ આપી છે. ત્યારે રાજેન્દ્રસિંહ રાઠવા પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડશે.

છોટાઉદેપુરથી પ્રથમ વખત દાવેદારી નોંધાવનાર રાજેન્દ્રસિંહ રાઠવાને ટીકીટ મળતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને સમર્થકો દ્વારા ગળ્યું મોં કરાવીને ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે ટિકિટ મળ્યા બાદ રાજેન્દ્રસિંહ રાઠવાએ નિવેદન આપ્યું હતું કે ભાજપે મારા પર વિશ્વાસ મુકીને મને ટીકિટ આપી છે. ત્યારે હું છોટાઉદેપુર વિધાનસભા બેઠક ભાજપને જીતાડીને દેખાડીશ.

2019 બાદ 19 ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભાની ચૂંટણીના તારીખો જેમ જેમ નજીક આવી રહી હતી તેમ તેમ કોંગ્રેસથી નારાજ કેટલાક કાર્યકરો અને પુત્રનાં મોહમાં પુત્રને ટીકીટ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવી છેલ્લે નિરાશા મળનાર કાર્યકરો દ્વારા ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આજે ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોના લીસ્ટમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડેયાલા ત્રણ ધારાસભ્યોની બાદબાકી કરવામાં આવી છે. જ્યારે નવ આગેવાનોની ટીકીટ આપવામાં આવી છે. 2019 બાદ કોંગ્રેસ છોડી 19 ધારાસભ્યો કોંગ્રેસમાં આવ્યા હતા. જેમાં કેટલાકને પેટા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી ન હતી.

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ક્યા ધારાસભ્ય કે કાર્યકરને ટીકીટ મળી, કોની ટિકિટ કપાઈ
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ત્રણ ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. જેમાં હકુભા જાડેજા, બ્રિજેશ મેરજા તેમજ પરસોત્તમ છાબરીયાને ટિકિટ મળી નથી. જ્યારે ભગવાન બારડ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જવાહર ચાવડા, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, જેવી કાકાડિયા, જીતુ ચૌધરી, અક્ષય પટેલ, અશ્વિન કોટવાલ તેમજ મોહન રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે.

સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકર્ડ રાજેન્દ્રસિંહના પિતાના મોહન રાઠવાના નામે 
ચૂંટણી સમયે જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા મોહન રાઠવા હવે ભાજપમાં જોડાયા છે. મોહન રાઠવા કોંગ્રેસના સિનિયર નેતા છે અને છોટાઉદેપુરથી બે ટર્મથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. મોહન રાઠવા સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકર્ડ ધરાવે છે.  1972થી અત્યાર સુધી મોહનસિંહ રાઠવા 8 વખત ધારાસભ્ય બન્યા છે. અગાઉ તેમણે ચૂંટણી ન લડવાની  જાહેરાત કરી હતી. થોડા સમય પહેલા રાજેન્દ્ર ત્રિવેદીએ મોહનસિંહ રાઠવાના વખાણ કર્યા હતા. જેમાં મોહનસિંહ રાઠવા પાસેથી સભ્યોને ગૃહની ગરિમાના પાઠ શિખવા ટકોર કરી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ