બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Double decker buses will start in Ahmedabad after 32 years

નવું નજરાણું / દાયકાઓ બાદ અમદાવાદમાં દોડશે ડબલ ડેકર બસ, ચૂંટણી પહેલા શહેરીજનોને ભેટ અપાય તેવી શક્યતા

Vishal Khamar

Last Updated: 03:31 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈતિહાસ બનેલી ડબલ ડેકર બસ ફરી અમદાવાદના રસ્તાઓ પર દોડશે. એએમટીએસ ની 7 ઈલેક્ટ્રીક ડબલ ડેકર બસ શહેરમાં દોડાવવામાં આવશે.ડબલ ડેકર બસમાં 60 લોકોને બેસવાની ક્ષમતા હશે.

  • અમદાવાદ માં 32 વર્ષ બાદ ડબલ ડેકર બસો શરૂ થશે
  • 1990 માં બંધ થઈ હતી સર્વિસ 
  • હવે 7 બસો સાથે ડબલ ડેકર બસ ની સર્વિસ શરૂ થશે  

વર્ષ 1990 થી અમદાવાદ સહિત માં AMTS દ્વારા ડબલ ડેકર બસ ને બંધ કરવામાં આવી હતી ત્યારે હવે નાણાકીય વર્ષ 2024-25 માં AMTS દ્વારા અમદાવાદ શહેરમાં 7 જેટલી બદલ ડેકર બસ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હાલમાં જે જગ્યાએ ડબલ ડેકર બસ પસાર થઈ શકે તેનો સર્વે AMTS દ્વારા કરી લેવામાં આવ્યો છે. 

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS દ્વારા વર્ષ 1990 માં ડબલ ડેકર બસ ની સર્વિસ બંધ કરવામાં આવી હતી ત્યારે હવે 33 વર્ષ બાદ અમદાવાદ માં ડબલ ડેકર બસ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં AMTS ના ડે. કમિશનર આર્જવ શાહ VTV સાથે કરેલ વાત ચીતમા જણાવ્યું હતું કે અમદાવાદ માં જે જગ્યાએ અને જે રૂટ પર વધુ પ્રવાસીઓ પ્રાપ્ત થઈ રહ્યા છે તેવા જ રૂટ પર ડબલ ડેકર બસ ની સુવિધાઓ આપવામાં આવશે જ્યારે હાલમાં AMTS દ્વારા રૂટ ફાઇનલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 

7 જેટલી ડબલ ડેકર બસ પ્રથમ તબક્કામાં શરૂ કરાશે
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહ દ્વારા વર્ષ 2024-25 નું રૂા. 641 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદના મેમનગર, અખબારનગર અને આરટીઓ પાસે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા માટે બજેટ ફાળવાયું હતું. આ સાથે જ પ્રથમ તબક્કામાં 7 ઈલેક્ટ્રીક ડબલ ડેકર બસો શરૂ કરાશે. 7 જેટલી ડબલ ડેકર બસ પ્રથમ તબક્કામાં શરૂ કરાશે.

વધુ વાંચોઃ વડોદરાના MP, ધારાસભ્યો, ભાજપ પ્રમુખ સહિત 3 મહામંત્રીઓને CR પાટીલનું તેડુ, જાણો વિવાદ

AMTS દાયકાઓ બાદ ફરી ડબલ ડેકર બસ અમદાવાદમાં દોડાવશે. નવા બજેટને લઇને રસ્તા પર પ્રતિદિન 1020 બસો દોડશે. AMTS માલિકીની ફક્ત 125 બસો દોડાવાશે જ્યારે 895 બસો કોન્ટ્રાક્ટ પર ચલાવવામાં આવશે. જોકે આ વર્ષે દેવું ઘટાડવાને લઇને બજેટમાં કોઇ ખાસ જોગવાઇ કરવામાં આવી નથી.AMTS પર ગત વર્ષે 410 કરોડનું દેવું હતું જેમાં આ વર્ષે 12 કરોડનો વધારો થયો છે. તેમજ ક્યુઆર કોડ સ્કેન કરવાથી તમામ રૂટની માહિતી પેસેન્જરને મળી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ