બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / વડોદરા / Dispute between Vadodara city BJP organization and municipal authorities

વિવાદ / વડોદરાના MP, ધારાસભ્યો, ભાજપ પ્રમુખ સહિત 3 મહામંત્રીઓને CR પાટીલનું તેડુ, જાણો વિવાદ

Vishal Khamar

Last Updated: 02:15 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા શહેર ભાજપ સંગઠન તેમજ પાલિકા સત્તાધીશો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આ સમગ્ર વિવાદનો અંત લાવવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખે આજે પાલિકા સત્તાધિશો તેમજ ભાજપ સંગઠનનાં સભ્યોની મીટીંગનું આયોજન કર્યું હતું.

  • વડોદરા શહેર ભાજપ સંગઠન અને પાલિકા સત્તાધીશો વચ્ચે વિવાદ 
  • વડોદરાના સાંસદ, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ અને 3 મહામંત્રીને તેડુ
  • પાલિકામાં ચાલતા વિવાદનો અંત લાવવા સી.આર.પાટીલ મેદાને

વડોદરા શહેર ભાજપ સંગઠન તેમજ પાલિકા સત્તાધીશો વચ્ચે વિવાદ વકર્યો છે. વિવાદ વકરતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની દરમિયાનગીરી કરવાની જરૂર પડી છે. ત્યારે આજે વડોદરા પાલિકાનાં હોદ્દેદારો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને સુરત બોલાવામાં આવ્યા છે. તેમજ વડોદરાના સાંસદ, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ અને 3 મહામંત્રીને પણ સુરત બોલાવવામાં આવ્યા છે. પાલિકામાં ચાલતા વિવાદનો અંત લાવવા સી.આર.પાટીલે મીટીંગનું આયોજન કર્યું હતું. 

વધુ વાંચોઃ લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં નવાજૂનીના એંધાણ! કપાઇ શકે છે 20 દિગ્ગજ સાંસદોના પત્તા

પદાધિકારીઓએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું
આ બાબતે મહાનગર પાલિકાના સત્તાધિશો તેમજ ભાજપ સંગઠનનાં પદાધિકારીઓએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતુ. તેમજ માત્ર મીટીંગ હોવાનો મેસેજ આવ્યો હોવાનું જણાવી રહ્યા હતા.  આ મીટીંગમાં મહાનગર પાલિકાના મેયર પિંકીબેન સોની, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સહિત મહાનગર પાલિકાના હોદ્દેદારો તેમજ ધારાસભ્ય મનીષા વકીલ સહિત સાંસદ તેમજ અન્ય ધારાસભ્યો  ઉપસ્થિત રહ્યા હતા.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ