લતા મંગેશકર છેલ્લા 28 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન તેઓએ કઈ સમસ્યાઓનો સામનો કર્યો તે વિષે બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉક્ટર્સે માહિતી આપી હતી.
લતા મંગેશકરનું નિધન
ડોકટરોએ શું કહ્યું જુઓ
છેલ્લા 28 દિવસથી હોસ્પિટલમાં દાખલ
સ્વર કોકિલા લતા મંગેશકરનું આજે 92 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે આજે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા 28 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી. થોડા દિવસો પહેલા તેમની તબિયતમાં સુધારો થયો હતો. પરંતુ શનિવારે ફરીથી તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાને કારણે તેનું મોત થયું હતું.
ડૉક્ટર્સનું નિવેદન
મંગેશકરની સારવાર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડૉ. પ્રતીક સમદાનીની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી હતી. તેમણે કહ્યું કે, 'અત્યંત દુખ સાથે જણાવવામાં આવે છે કે લતા મંગેશકરજીનું સવારે 8:12 વાગ્યે નિધન થયું છે. મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાને કારણે હોસ્પિટલમાં દાખલ થયાના 28 દિવસથી વધુ સમય પછી તેમનું અવસાન થયું.
ગયા મહિને થયો હતો કોરોના
તમને જણાવી દઈએ કે લતા મંગેશકરને ગયા મહિને કોરોના થયો હતો. આ પછી તેને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેનામાં કોરોનાના હળવા લક્ષણો હતા. પરંતુ બાદમાં તબિયત બગડવા લાગી હતી. અગાઉ, પીઢ ગાયકને શ્વાસ લેવામાં તકલીફ થતાં નવેમ્બર 2019 માં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
PM મોદીએ કર્યું ટ્વિટ
PM મોદીએ દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે મને લતા દીદીનો ખૂબ સ્નેહ મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. તેમની સાથે થયેલ વાતચીત મારા માટે અવિસ્મરણીય છે. મેં પરિજનો સાથે વાત કરીને સંવેદના વ્યક્ત કરી છે, અને હું આ દુખ શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી. દેશમાં તેમની જગ્યા ક્યારેય ભરાઈ શકશે નહીં.
લતા મંગેશકરના નિધન પર રાહુલ ગાંધીનું ટ્વીટ
લતા મંગેશકરજીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તે ઘણા દાયકાઓ સુધી ભારતનો સૌથી પ્રિય અવાજ રહ્યો. તેમનો મધુર અવાજ અમર છે અને તેમના ચાહકોના હૃદયમાં ગુંજતો રહેશે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના