બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / do not keep these things in your puja ghar at home

Vastu for Pooja Room / ઘરના પૂજા રુમમાં ના રાખવી આ 5 વસ્તુઓ, દરિદ્રતાને આપી શકે છે આમંત્રણ

Bijal Vyas

Last Updated: 09:44 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂજાના ઘરમાંથી સૌથી વધુ સકારાત્મક ઉર્જા નીકળે છે, જેનાથી ઘરના તમામ સભ્યો અને ઘરના આશીર્વાદ પ્રભાવિત થાય છે. જાણે અજાણે અહીં ના રાખવાની વસ્તુ રાખવામાં આવે તો....

  • નિર્માલ્યના કારણે વાસ્તુ દોષ કે મંગલ દોષ જેવા દોષ પણ થાય છે
  • ખંડિત મૂર્તિઓ અને ચિત્રોને વહેતી નદીમાં વહાવી દેવી જોઈએ
  • પૂજાનું આસન ફાટી ગયુ હોય તો તરત જ તેને બદલી દો

Pooja Ghar Vastu: શાસ્ત્રો અનુસાર ઘરમાં પૂજાનું સ્થાન સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર હોય છે. આ સ્થાનથી મળનારી ઉર્જાથી ઘર ચાલે છે. પૂજાના ઘરમાંથી સૌથી વધુ સકારાત્મક ઉર્જા નીકળે છે, જેનાથી ઘરના તમામ સભ્યો અને ઘરના આશીર્વાદ પ્રભાવિત થાય છે. પરંતુ જાણે-અજાણે પૂજા ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવતું નથી, જેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને પૂજાના શુભ પ્રભાવમાં પણ ઘટાડો થાય છે. આની સીધી અસર ઘરના સભ્યો પર પડે છે, જેના કારણે તેમની પ્રગતિમાં અવરોધ આવે છે અને પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ ઓછો થવા લાગે છે. તેથી નિયમો અનુસાર પૂજાઘરમાંથી કેટલીક વસ્તુઓને તાત્કાલિક દૂર કરવી જોઈએ નહીંતર નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ પૂજા ઘરમાં કઈ વસ્તુઓ ના રાખવી જોઈએ.

દરિદ્રતાને આમંત્રણ આપે છે આ વસ્તુ 
પૂજાઘરમાં નિર્માલ્ય એકઠા ન થવા દેવું જોઈએ. નિર્માલ્ય એટલે અગરબત્તીઓ, વરખ, વાસી ફૂલો, હાર અથવા પૂજા સંબંધિત અન્ય નકામી સામગ્રીના ખાલી પેકેટ છે. તેને તરત જ પૂજાઘરમાંથી હટાવી દેવા જોઈએ. આ વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને ગરીબીને પણ આમંત્રણ આપે છે. આવી વસ્તુઓના કારણે વાસ્તુ દોષ કે મંગલ દોષ જેવા દોષ પણ થાય છે.

Vastu Shastra: મંદિરમાં આ દિશામાં રાખવી જોઇએ ભગવાનની મૂર્તિ | religion  vastu tips keep an idol of god on the north side of the temple

અનેક દોષ લાવે છે પૂજાની આ વસ્તુઓ 
તુટેલી અથવા ખંડિત મૂર્તિઓ અને ક્ષતિગ્રસ્ત ફોટોગ્રાફ્સ ભૂલથી પણ પૂજા ઘરમાં ન રાખવા જોઈએ. માનવામાં આવે છે કે આવી મૂર્તિઓ અને ચિત્રોથી પૂજાનું શુભ ફળ મળતું નથી અને નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. ઘણી વખત જાણે-અજાણે તૂટેલી મૂર્તિઓ રાખીએ છીએ, જેનાથી ઘરના સભ્યો પર અશુભ અસર પડે છે. આવી તૂટેલી મૂર્તિઓ અને ચિત્રો ઘરમાં અનિષ્ટનું કારણ બને છે. પરંપરા મુજબ ખંડિત મૂર્તિઓ અને ચિત્રોને વહેતી નદીમાં વહાવી દેવી જોઈએ.

આ વસ્તુઓથી થાય છે આર્થિક સંકટ 
પૂજાના ઘરમાં હંમેશા પૂજાના વાસણોનું ધ્યાન રાખવું જોઈએ કે તે તૂટી ન જાય. તૂટેલા વાસણોનો પૂજામાં ઉપયોગ કરવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવી વસ્તુઓ તાત્કાલિક ઘરની બહાર કરી દેવી જોઈએ, જેથી કોઈપણ પ્રકારની ખામીથી બચી શકાય. પૂજાના ઘરમાં તૂટેલા વાસણો રાખવાથી આર્થિક તંગી આવે છે અને આ વસ્તુઓ ઘરના સભ્યો વચ્ચે ઝઘડાનું કારણ બની જાય છે. પૂજા ઘરમાં હંમેશા યોગ્ય વાસણોનો ઉપયોગ કરવો જોઈએ, જે જીવનમાં સકારાત્મકતા લાવે છે.

આવી વસ્તુઓને હટાવો
પૂજા ઘરના નિયમો અનુસાર, ભોગ લગાવ્યા પછી દેવતાને ચઢાવવામાં આવેલ પ્રસાદ પૂજા ગૃહમાંથી દૂર કરવો જોઈએ. વાસ્તવમાં ભગવાનને ચઢાવવામાં આવેલ પ્રસાદ અર્પણ કર્યા પછી એંઠો બની જાય છે. એટલા માટે પૂજા ગૃહમાં ભગવાનને ચઢાવવામાં આવતો પ્રસાદ અર્પણ કર્યા પછી તરત ત્યાંથી લઇને અન્ય લોકોમાં વહેંચો અને મંદિરને સ્વચ્છ કરી દેવુ. 

ઘરના મંદિરમાં પૂજા કરતાં સમયે ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલો, મોટા ભાગના લોકોને  વાસ્તુના આ નિયમો વિશે નહીં ખબર હોય/ vastu tips clear rules of vastu  regarding the ...

અનિષ્ટકારી હોય છે આવી વસ્તઓ
જો તમારા પૂજા ઘરમાં દેવી-દેવતાના વસ્ત્રો ફાટી ગયા હોય અથવા પૂજાનું આસન ફાટી જાય તો તેને પણ તાત્કાલિક દૂર કરી દેવુ જોઈએ. આ વસ્તુઓ પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં અવરોધ બની જાય છે અને ગરીબી તરફ દોરી જાય છે. આ નકારાત્મક બાબતો પ્રાર્થનાનું કોઈ સકારાત્મક પરિણામ આપતી નથી. આ વસ્તુઓને અશુભ માનવામાં આવે છે, તેને પૂજા ઘરમાંથી એક પછી એક દૂર કરવી જોઈએ અને નવી વસ્તુઓ લાવવી જોઈએ. જેથી જીવનમાં સમૃદ્ધિ અને પૂજાનું ફળ મળે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ