બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / do not eat rice on thursday guruvar ke upay guruvar remedies

ધર્મ / જાણો ગુરૂવારના દિવસે કેમ ન ખાવા જોઈએ ચોખા, ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલું છે કનેક્શન

Arohi

Last Updated: 02:16 PM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Do Not Eat Rice On Thursday: ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ગુરૂવારના દિવસે ઉપવાસ કરવાના અમુક નિયમો હોય છે જેને ધ્યાનમાં ન રાખવાથી શુભ ફળની પ્રાપ્ત નથી થતી.

  • ગુરૂવારે ન કરો ચોખાનું સેવન
  • ભગવાન વિષ્ણુ થઈ જશે નારાજ 
  • નહીં થાય શુભ ફળની પ્રાપ્તી

હિંદૂ ધર્મમાં ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ખાસ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. શ્રીહરીનું પૂજન આ દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી કરવું જોઈએ. માન્યતા છે કે જે પણ ભક્ત આ દિવસે ભગવાન વિષ્ણુની સંપૂર્ણ શ્રદ્ધા અને મનથી પૂજા કરે છે અને વ્રત કરે છે તો તેમનાથી પ્રસન્ન થઈને શ્રીહરિ તેમના પર પોતાની કૃપા વરસાવે છે અને તેમના દરેક કષ્ટોને દૂર કરે છે. 

ગુરૂવારના દિવસે શ્રીહરિની પૂજા કરવાની સાથે જ આ દિવસે તેમને સમર્પિત ઉપવાસ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુરૂવારના દિવસે ઉપવાસ કરવાના અમુક ખાસ નિયમ હોય છે. તેને ધ્યાનમાં રાખવાથી વ્રતનું ફળ મળે છે. 

ગુરૂવારની પૂજાનું મહત્વ 
ગુરૂવારના દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી વ્યક્તિના બગડેલા કામ પણ બની જાય છે અને લગ્નમાં આવેલી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. ગુરૂવારના વ્રતથી કુંડળી દોષ દૂર થાય છે અને તેનો ખરાબ પ્રભાવ દૂર થાય છે. 

ગુરૂવારના દિવસે ગુરૂ ગ્રહના આશીર્વાદ લેવા સૌથી વધારે ઉત્તમ માનવામાં આવે છે. માન્યતા છે કે ગુરૂવારના દિવસે વિષ્ણુજીની પૂજા અર્ચના કરવાથી ખાસ કૃપા તમારા પર વરસે છે અને ઘર-પરિવારની સુખ-સમૃદ્ધિ અને જીવનમાં સફળતા મળે છે. 

ગુરૂવારે કેમ ન ખાવા જોઈએ ચોખા? 
હિંદુ ધર્મમાં ચોખાનું ખાસ મહત્વ માનવામાં આવે છે. કોઈ પણ માંગલિક કાર્ય હોય કે પૂજા, દરેકમાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખાનો ઉપયોગ તિલક માટે, પૂજામાં ચડાવવા માટે અને ઘણા શુભ કાર્યોમાં કરવામાં આવે છે. પરંતુ ગુરૂવારનો જ એક દિવસ હોવો છે જ્યારે ચોખા નથી ખાવામાં આવતા. 

ધાર્મિક માન્યતા અનુસાર ગુરૂવારના દિવસે પીળુ ભોજન કરવું શુભ માનવામાં આવે છે. એવું કરવાથી વિષ્ણુજી પ્રસન્ન થાય છે. કહેવાય છે કે આ દિવસે ચોખા કે ચોખાથી બનેલી ખિચડીનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી ધનની હાનિ થાય છે અને કંગાલી આવે છે. તેની સાથે જ ગુરૂવારના દિવસે ચોખાનું દાન કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ