બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / Do not consume too much green tea, It can harm health

તમારા કામનું / આ લોકોએ ક્યારેય ન પીવી જોઈએ ગ્રીન ટી, વારંવાર લગાવવા પડશે હોસ્પિટલના ચક્કર

Pooja Khunti

Last Updated: 10:44 AM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Green Tea Side Effects:ગ્રીન ટીનું સેવન સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે પણ વધુ પ્રમાણમાં ગ્રીન ટીનું સેવન ન કરવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

  • ગ્રીન ટી પીવાથી થઈ શકે મોતિયાની સમસ્યા  
  • ગર્ભાવસ્થા સમયે ગ્રીન ટી પીવાથી થઈ શકે નુકસાન 
  • ગ્રીન ટીનાં સેવનથી વધી શકે એનીમિયાની સમસ્યા

ગ્રીન ટી પીવાથી થતાં 5 નુકશાન  

ગ્રીન ટી એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. તેની અંદર વિટામિન C, વિટામિન D અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ અમુક સ્થિતિની અંદર ગ્રીન ટીનું સેવન હાનિકારક હોય છે. ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે જેટલી ગુણકારી છે એટલી જ અમુક લોકો માટે હાનિકારક પણ છે. જાણો ગ્રીન ટીથી થતાં નુકસાન વિશે. 

મોતિયાની સમસ્યા 

વધુ પ્રમાણમાં ગ્રીન ટીનું સેવન કરવાથી આંખોને નુકસાન થઈ શકે છે. વધુ પ્રમાણમાં ગ્રીન ટીનાં સેવનનાં કારણે આંખો પર તાણ આવે છે. જેના કારણે આંખોને નુકસાન થઈ શકે છે. તમને આંખોથી લગતી કોઈ સમસ્યા હોય તો તમારે ગ્રીન ટીનું સેવન ઓછું કરી દેવું જોઈએ. 

ગર્ભાવસ્થા 

ગર્ભાવસ્થા સમયે ગ્રીન ટીનાં સેવનથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ગ્રીન ટીની અંદર કેટચિન નામનું સંયોજન હોય છે જેના કારણે ચિંતાનું સ્તર વધી જાય છે. આ સાથે અજાત બાળક માટે પણ નુકસાનકારક છે. એટલા માટે ગર્ભાવસ્થા સમયે નિયમિત માત્રામાં ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ. 

એનીમિયાની સમસ્યા 

વધુ પડતું ગ્રીન ટીનું સેવન આયર્ન અવશોષણની ક્ષમતા પર અસર પાડે છે. એટલા માટે વધુ પ્રમાણમાં ગ્રીન ટીનું સેવન ન કરવું જોઈએ. તેના કારણે શરીરની અંદર લોહીની ઉણપ થઈ શકે છે. 

પાચન તંત્ર 

વધુ પડતી ગ્રીન ટીનાં સેવનનાં કારણે પાચન તંત્ર બગડી શકે છે. તેની અંદર હાજર ટેનિન નામનું તત્વ પેટની અંદર એસિડનું પ્રમાણ વધારી દે છે. જેના કારણે પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. આ સાથે ખાટા ઓડકાર અને પેટનાં દુ:ખાવાની સમસ્યા પણ થઈ શકે છે. 

હ્રદયનાં ધબકાર વધવાની સમસ્યા 

વધુ પ્રમાણમાં ગ્રીન ટીનાં સેવનનાં કારણે હ્રદયનાં ધબકારા વધી જાય છે. આ સાથે બેચેની અને અનિંદ્રાનું જોખમ પણ વધી જાય છે. એટલા માટે મર્યાદિત માત્રામાં જ ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ