બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / do not apply while parking for long time car handbrake rules

તમારા કામનું / ગાડીમાં હેન્ડબ્રેકનો ઉપયોગ આ રીતે કરતા હોવ તો ચેતી જજો! કારમાં આવી શકે છે મોટો ખર્ચો

Arohi

Last Updated: 01:14 PM, 22 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેન્ડબ્રેક દ્વારા તમે પોતાની ગાડીને આગળ અથવા પાછળ જવાથી રોકી શકો છો. સાથે જ ઈમરજન્સીમાં કાર રોકવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો. જોકે જો તમારે હેન્ડબ્રેક સાથે જોડાયેલો આ જરૂરી નિયમ નથી ખબર તો તમને નુકસાન થઈ શકે છે.

  • ગાડીમાં હેન્ડબ્રેક ખૂબ જ જરૂરી 
  • હેન્ડબ્રેક સાથે જોડાયેલા નિયમો જાણીલો 
  • નહીં તો ફસાઈ શકો છો મોટી મુશ્કેલીમાં

તમારી ગાડી વર્ષો વર્ષ ચાલે તેના માટે તેની કેર કરવું ખૂબ જ જરૂરી છે. કાર ચલાવતી વખતે જ નહીં ઉભી રહેલી ગાડીમાં પણ તમારે ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. આપણી ગાડીમાં ઘણા એવા ફિચર્સ હોય છે જે ઈમરજન્સીમાં ઉપયોગ કરવામાં આવે છે.

એવું જ એક ફિચર આપણી ગાડીની હેન્ડબ્રેક છે. તેના દ્વારા તમે પોતાની ગાડીને આગળ અથવા પાછળ જવાથી રોકી શકો છો. સાથે જ ઈમરજન્સીમાં કાર રોકવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. જોકે જો તમને હેન્ડબ્રેકથી જોડાયેલા નિયમો વિશે જાણકારી નથી તો તમને નુકસાન થઈ શકે છે. 

જાણ લો હેન્ડબ્રેકના આ નિયમો 
ઘણી વખત લોકો તેમની કારને લાંબા સમય સુધી પાર્ક કરીને મુકી રાખે છે. આવી સ્થિતિમાં હેન્ડબ્રેક લગાવવી જરૂરી છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આવું કરવું તમારી કાર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારી કારની હેન્ડબ્રેક સંપૂર્ણપણે ખરાબ થઈ શકે છે. 

હકીકતે હેન્ડબ્રેકને લાંબા સમય સુધી લગાવવાથી બ્રેક પેડ ડિસ્ક અથવા ડ્રમ પર પણ ચોંટી શકે છે. જો તમે લાંબા સમય પછી તમારી કારનો ઉપયોગ કરો છો તો તે તૂટી શકે છે. તેથી જો તમે તમારી કારને લાંબા સમય સુધી પાર્ક કરી રહ્યાં હોવ તો હેન્ડબ્રેક ન લગાવો. અથવા તમે દર 2 અઠવાડિયામાં 1 વખત કાર ચલાવી અને ફરી તેમાં હેન્ડબ્રેક લગાવી દો. 

કઈ રીતે કામ કરે છે પાર્કિંગ બ્રેક? 
પાર્કિંગ બ્રેક ઓવરઓલ બ્રેકિંગ સિસ્ટમનો એક ભાગ છે. આ પાછળની બ્રેક સાથે જોડાયેલ છે અને જ્યારે તેને લગાવવામાં આવે છે, ત્યારે તે  પ્રાઈમરી બ્રેક કરતાં સહેજ ઓછું દબાણ કરે છે. તે એક પ્રકારની સેકન્ડરી બ્રેકિંગ સિસ્ટમ છે, જેનો હેતુ પ્રાઈમરી બ્રેકિંગ સિસ્ટમ નિષ્ફળ જાય ત્યારે વાહનને રોકવાનો છે. પરંતુ તેનો ઉપયોગ મુખ્યત્વે વાહન પાર્ક કરવા માટે થાય છે. ખાસ કરીને જ્યારે વાહન ઢાળ પર પાર્ક કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ