દિવાળીના દિવસે ઘરને દીવાથી શણગારવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે ઘરમાં આ સ્થળે દીવો ક્યારેય ના કરવો જોઈએ. નહીંતર ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે.
હર્ષોલ્લાસ સાથે દિવાળીનો તહેવાર ઊજવવામાં આવે છે
દિવાળીના દિવસે ઘરમાં આ સ્થળે દીવો ક્યારેય ના કરવો જોઈએ
આ દિશામાં દિવો રાખવાથી ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે
સનાતન ધર્મમાં 5 દિવસ સુધી હર્ષોલ્લાસ સાથે દિવાળીનો તહેવાર ઊજવવામાં આવે છે. આ તહેવારમાં લક્ષ્મી માતાની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ વર્ષે 10 નવેમ્બરે દિવાળી છે. દિવાળીના દિવસે ઘરને દીવાથી શણગારવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે ઘરમાં આ સ્થળે દીવો ક્યારેય ના કરવો જોઈએ. નહીંતર ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે. કયા સ્થળે દીવો ના કરવો જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
આ સ્થળે દીવો ના કરવો જોઈએ
વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે દક્ષિણ દિશામાં દીવો ના કરવો જોઈએ. દિવાળી સિવાય અન્ય દિવસો દરમિયાન આ દિશામાં દીવો કરી શકાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. દિવાળીના એક દિવસ પહેલા નરક ચતુર્દશીના દિવસે યમરાજની પૂજા કરવાની પરંપરા છે. નાની અને મોટી દિવાળી પર દક્ષિણ દિશામાં દીવો ના કરવો જોઈએ.
ધાર્મિક માન્યતા અનુસાર કાળી ચૌદશના દિવસે યમરાજ પૃથ્વી પર આવે છે અને પૃથ્વી પર વ્યક્તિનું મૃત્યિ નિશ્ચિત કરે છે. આ કારણોસર દિવાળીમાં દક્ષિણ દિશામાં દીવો ના કરવો જોઈએ.
માનવામાં આવે છે કે, આ દિશામાં દીવો કરવાથી યમરાજને પોતાના ઘરનો રસ્તો બતાવીએ છીએ. આ કારણોસર દક્ષિણ દિશામાં દીવો ના કરવો જોઈએ.
અકાળ મૃત્યુના ટાળવા માટે યમરાજ નિમિત્તે દીવો કરવો તે શુભ માનવામાં આવે છે, પરંતુ દક્ષિણ દિશામાં દીવો ના પ્રગટાવવો જોઈએ.
આ દિશામાં રાખો દીવો
યનરાજ નિમિત્તે દીવો કર્યો છે, તો તે દીવો પૂજા ઘરની સામે, ચાર રસ્તા પર અથવા પીપળાના ઝાડની સામે રાખી શકો છો. આ પ્રકારે કરવું તે અશુભ માનવામાં આવતું નથી.