બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / DIVYA PRAKASH DUBEY HOW GOT AISHWARYA RAI BACHCHAN FILM PONNIYIN SELVAN 2

આને કહેવાય નસીબ / રાતોરાત ખુલી ગઇ આ એન્જિનિયર યુવકની કિસ્મત, મળી ઐશ્વર્યાની ફિલ્મ 'પોનીયિન સેલ્વન 2'

Bijal Vyas

Last Updated: 01:00 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવ્ય પ્રકાશ દુબે એક ભારતીય હિન્દી લેખક છે. દિવ્યના નસીબમાં જ્યારે તેને વિક્રમ અને ઐશ્વર્યા અભિનીત મણિરત્નમની ફિલ્મ 'પીએસ-1' અને 'પીએસ-2' મળી ત્યારે તેનું નસીબ ચમક્યુ

  • દિવ્યએ એન્જિનિયરિંગથી રાઇટર અને પછી સ્ક્રિપ્ટ રાઇટર સુધીની તેની સફર વિશે વાત કરી
  • પીએસ 1 અને 2 માટે હિન્દી ડાયલોગ્સ લખ્યા છે, આ માટે દિવ્યના વખાણ પણ થયા 
  • દિવ્ય ફિલ્મ 'ગુરુ' લખનાર વિજય કૃષ્ણ આચાર્યને મળ્યો અને તેનો નંબર લીધો

દિવ્ય પ્રકાશ દુબે હરદોઈ, શાહજહાંપુર, ગાઝિયાબાદ, લખનઉ અને વારાણસી જેવા શહેરોમાં ઉછર્યા હતા. કૉલેજ ઑફ એન્જિનિયરિંગ રૂડકીથી કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેમણે સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બિઝનેસ મેનેજમેન્ટ, પુણેમાંથી એમબીએ કર્યું. તેને એક મોટી કંપનીમાં નોકરી પણ મળી ગઈ અને તે જ સમયે વાર્તાઓ લખવાનું શરૂ કર્યું, જે પછીથી પ્રકાશિત પણ થઈ.

આ સમયે દિવ્યને લેખનમાં સૌથી મોટી સફળતા ત્યારે મળી જ્યારે તેણીને વિક્રમ અને ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટારર મણિરત્નમની ફિલ્મ 'પોનીયિન સેલ્વન-1' અને 'પોનીયિન સેલવાન-2' મળી. તાજેતરમાં, મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં, તેણે એન્જિનિયરિંગથી રાઇટર અને પછી સ્ક્રિપ્ટ રાઇટર સુધીની તેની સફર વિશે વાત કરી.

દિવ્યએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી અત્યાર સુધી બધું જ સપના જેવું લાગે છે. તેણે કહ્યું કે મણિરત્નમની ફિલ્મો માટે લખવું તેની ક્ષમતાની બહારનું હતું. પરંતુ આજે આ બધું શક્ય બન્યું છે. ઉલ્લેખનીય છે કે, તેણે પીએસ 1 અને 2 માટે હિન્દી ડાયલોગ્સ લખ્યા છે, જેની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે.

તેણે એમ પણ કહ્યું કે, હું એક એન્જિનિયરિંગનો માણસ છું, જ્યારે મારી પાસે સમય હતો ત્યારે હું શનિવાર અને રવિવારે લખતો હતો, પછી જ્યારે મારા પુસ્તકો પ્રકાશિત થવા લાગ્યા ત્યારે મને થોડી ઓળખ મળી અને પુસ્તકોને કારણે મને પીએસ 1 અને 2 પણ મળ્યો. તેણે કહ્યું કે તે એક લિટરેચર ફેસ્ટમાં ફિલ્મ 'ગુરુ' લખનાર વિજય કૃષ્ણ આચાર્યને મળ્યો અને તેનો નંબર લીધો, પરંતુ દિવ્ય તેનો નંબર લઈ શક્યો નહીં.

એક દિવસ દિવ્યને વિજયનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે, તમે એક ફિલ્મ માટે લખો, ઘણા સારા લોકો છે, મારી પાસે સમય નથી, નહીંતર મેં લખી નાખ્યું હોત. ત્યાં સુધી દિવ્યને કહેવામાં આવ્યું ન હતું કે, તે મણિરત્નમની ફિલ્મ છે. તેને માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે, 'ચેન્નઈ સે કોલ આયેગા...' આવુ થયું અને આ રીતે તેને ફિલ્મ મળી. PS-2એ તેની રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર દબદબો જમાવી લીધો છે અને મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો 4 દિવસમાં જ ફિલ્મે 400 કરોડનું કલેક્શન કરી લીધું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ