બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / DHORAJI PRIMARY GOVT SCHOOL DO NOT HAVE SCHOOL

વાસ્તવિકતા / લો બોલો! ગુજરાતના આ ગામમાં દુકાનમાં ચાલે છે પ્રાથમિક શાળા, શું આવી રીતે ભણશે ગુજરાત ?

Khyati

Last Updated: 02:30 PM, 3 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સુવિધાસભર શિક્ષણની માત્ર વાતો. ધોરાજીમાં બાળકો દુકાનમાં બેસીને ભણે છે.

  • ધોરાજીમાં દુકાન જ બાળકોની શાળા
  • 147 વિદ્યાર્થીઓ ભણે છે દુકાનમાં
  • 50 વર્ષથી છે આજ સ્થિતિ

 શાળાએ વિદ્યાર્થીનું બીજુ ઘર કહેવાય. આ વાતમાં કોઇ નવાઇ નથી પરંતુ શાળા હોવી તો જોઇએને. રાજ્યમાં સારા શિક્ષણની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. ધોરાજીમાં બાળકોને શાળા નહી પરંતુ દુકાનોમાં બેસાડીને અભ્યાસ કરાવામાં આવે છે. આટલી નાની દુકાનમાં ધોરણ-1થી 8ના પ્રાથમિક વર્ગ  ચાલે છે. ત્યારે દુકાનોમાં સ્કૂલ ચાલતા વિદ્યાર્થીઓને મુશ્કેલી તો ચોક્કસ પડે. પરંતુ વિદ્યાર્થીઓ કરે શું. શિક્ષકો અડધુ શટર પાડીને વિદ્યાર્થીઓને ભણાવે છે.આ દુકાનમાં ધોરણ 1થી8ના 147 બાળકો અભ્યાસ કરે છે. 

 

50 વર્ષથી આજ સ્થિતિ

એક તરફ રાજ્યમાં કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે પ્રયાસ કરવામાં આવે છે પરંતુ શાળા તો હોવી જોઇએ ને ? ધોરાજીમાં ભણતા ધોરણ 1થી8ના વિદ્યાર્થીઓ માટે શાળા આ દુકાન જ છે. છેલ્લા 50 વર્ષથી ધોરાજીમાં કોઇ શાળા જ બનાવવામાં આવી નથી. વિદ્યાર્થીઓ મહામુસીબતે આ દુકાનમાં જ અભ્યાસ કરે છે.

 અધિકારીઓ સાંભળતા નથી

ધોરાજીની આ સ્થિતિને લઇને સ્કૂલના અધિકારીઓએ અનેક વખત સરકારને  રજૂઆત કરી છે. સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, શિક્ષણ વિભાગ તમામ જગ્યાએ રજૂઆત કરાઇ છે. પરંતુ આજ દિન સુધી ધોરાજીમાં પ્રાથમિક શાળા બની નથી.

સળગતા સવાલ

 શું આવી રીતે ભણશે ગુજરાત?
 શું સારા શિક્ષણની વાતો જ કરાય છે?
 શિક્ષણ મંત્રીને આ દ્રશ્યો દેખાય છે ખરા?
 ધારાસભ્ય અને સાંસદોને રજૂઆત છતાં કેમ કોઇ કામગીરી ન થઈ?
 પ્રાથમિક સ્કૂલનો અભ્યાસ બિલ્ડિંગમાં ક્યારે શરૂ થશે?
 અનેક રજૂઆત છતાં કેમ કોઇ કામગીરી નહીં?
 ધોરાજીમાં 50 વર્ષથી આજ સ્થિતિ કેમ ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ