બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Dhoni is batting at number 8 due to impact player rule, fans are getting disappointed

IPL2024 / .તો આ નિયમે ધોનીને બેટિંગ લાઈનમાં પાછળ ધકેલ્યો, કોચે જણાવ્યું પ્લાનિંગ, MSના ચાહકો નિરાશ

Vishal Dave

Last Updated: 09:39 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નાઇ સુપર કિંગ બે મેચ જીતવા છતા ચેન્નાઈના ચાહકો નિરાશ થયા છે. કારણ કે તેનો ફેવરિટ એમએસ ધોની બંને મેચમાં બેટિંગ કરવા આવ્યો નથી.

IPL 2024 માં ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર શરૂઆત કરી છે,  તેણે પહેલા RCB ને હરાવ્યું અને પછી ગુજરાત ટાઇટન્સને હરાવ્યું… . બંને મેચમાં ચેન્નાઈના બેટ્સમેનોની તાકાત જોવા મળી હતી. ટોપ ઓર્ડરથી લઈને મિડલ ઓર્ડર સુધી બધાએ જબરજસ્ત પરફોર્મ કર્યુ . પરંતુ તેમ છતાં ચેન્નાઈના ચાહકો નિરાશ થયા છે. કારણ કે તેનો ફેવરિટ એમએસ ધોની બંને મેચમાં બેટિંગ કરવા આવ્યો નથી. .જો કે ચેન્નાઈ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઈકલ હસીએ આનું કારણ ઈમ્પેક્ટ પ્લેયર રૂલ ગણાવ્યું છે.

ઈમ્પેક્ટ પ્લેયર નિયમને કારણે ધોનીની બેટિંગ મુશ્કેલ બની!

ચેન્નાઈ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઈકલ હસ્સીએ કહ્યું કે ઈમ્પેક્ટ પ્લેયર રૂલને કારણે બેટિંગ ઓર્ડર લંબાઇ ગયો છે. . આ સિઝનમાં ધોનીનો બેટિંગ ડાઉન 8 કરવામાં આવ્યો  છે. મેચ બાદ પ્રેસ સાથે વાત કરતા હસીએ કહ્યું, મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગની સૂચના છે કે મુકાબલાને આગળ વધારતા રહો.. ઈમ્પેક્ટ પ્લેયર નિયમને કારણે ધોની બેટિંગ ક્રમ લંબાયો છે જેમાં  ધોની આઠમા નંબરે છે.  જે અદ્ભુત છે. હસીએ કહ્યું કે ધોની પણ સારી બેટિંગ કરી રહ્યો છે. નેટ્સમાં તેના શોટ્સ જોવા લાયક છે.

હસીએ કહ્યું કે ધોની નંબર 8 પર હોવાને કારણે તેના ટોપ ઓર્ડરના બેટ્સમેન તોફાની બેટિંગ કરી શકે છે. ટીમે નક્કી કર્યું છે કે જો ટોપ ઓર્ડર ઝડપી રમતી વખતે વહેલો આઉટ થઈ જાય તો પણ તેની ટીકા કરવામાં આવશે નહીં. કારણ કે આ ટીમની રણનીતિ છે.

સમીર રિઝવી ધોનીની ઉપર આવ્યો

તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 6 વિકેટ ગુમાવી હતી પરંતુ તેમ છતાં ધોની ક્રિઝ પર ઉતર્યો ન હતો. CSK મેનેજમેન્ટે સમીર રિઝવીને બેટિંગ માટે મોકલ્યો, જેણે આવતાની સાથે જ 2 સિક્સ ફટકારી. આ પછી જાડેજા આવ્યો અને ધોની બેન્ચ પર બેઠો રહ્યો. જોકે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી મેચોમાં ધોની તેની બેટિંગ કુશળતા બતાવશે. ચાહકો ફક્ત આ જોવા માંગે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ