રવિન્દ્ર જાડેજાને IPL 2022ની શરૂઆત થવાથી પહેલાં ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ટીમનાં ખરાબ પ્રદર્શનની વચ્ચે સીઝનમાં જ તેમની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી.
IPL 2022માં નારાજ થયાં હતાં રવિન્દ્ર
સીઝનની વચ્ચેથી કેપ્ટનશીપ છીનવાતા નારાજ થયાં
ધોનીએ જાડેજા સાથે વાત કરી કર્યો મામલો શાંત
IPL 2022ની મેચ ચેન્નઈ સુપર કિંગ્સ માટે સારી રહી નહોતી. 4 વખત ચેમ્પિયન ફ્રેંચાઈઝીનું પ્રદર્શન ખરાબ રહ્યું અને તે 9માં સ્થાને રહી. આ સિવાય ટીમ વિવાદોમાં પણ ચર્ચામાં રહી હતી. ઓલરાઉન્ડર રવિવ્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવા અને વચ્ચેથી કેપ્ટનશીપ છીનવવાનાં મામલામાં પણ ટીમ વિવાદમાં અટવાયેલી હતી. ત્યારે એવી પણ અફવાઓ ફેલાતી હતી કે આ નિર્ણય બાદ રવિન્દ્ર અને ધોનીનાં સંબંધો બગડશે. પરંતુ એવું કંઈ જ થયું નહીં.
હોટેલ છોડીને જતાં રહ્યાં રવિન્દ્ર
ટીમનાં ખરાબ પ્રદર્શનની વચ્ચે સીઝનમાં જ તેમની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી અને ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યાં, કેપ્ટનશીપ છીનવી લેવું એ રવિન્દ્રની નારાજગીનું એક કારણ હતું. અન્ય કારણ તેમનું પ્રદર્શન હતું. આ સિવાય જ્યારે ધોનીને કેપ્ટનપદમાંથી હટાવવામાં આવ્યા ત્યારે પણ તેઓ આ વાતથી નારાજ થયાં હતાં અને તેઓ હોટલ છોડીને જતાં રહ્યાં હતાં.
ધોનીએ વાતચીત કરી સુલેહ કરાવી
એક રિપોર્ટ અનુસાર જાડેજાની વાપસી પાછળનું મોટું કારણ છે મહેન્દ્રસિંહ ધોની. જાડેજાની સાથે વ્યવહાર બરાબર કરવા માટે ધોનીએ તેમની સાથે લાંબી વાતચીત કરી હતી. આ ચર્ચામાં જ જાડેજાએ પોતાની નારાજગીનો ખુલીને ઉલ્લેખ કર્યો હતો. ધોનીએ તેમને સમજાવ્યું અને સુલેહ કરવા માટે તૈયાર કર્યું. આ બાદ જાડેજાએ કાસી વિશ્વનાથ સાથે વાત કરીને સુલેહ કરી. વિશ્વનાથે જણાવ્યું કે આ વાતચીત બાદ ટીમ અને જાડેજા બંનેમાં સંતુષ્ટતા છે.
કઈ રીતે દૂર થઈ નારાજગી?
ચેન્નેઈ સુપર કિંગ્સનાં કેમ્પમાં લોકોએ જણાવ્યું કે જાડેડાએ ફ્રેંચાઈઝીનાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ કેપ્ટન ધોની સાથે ઘણાં લાંબા સમય સુધી વાતચીત કરી. આ બાદ તેમણે ફ્રેંચાઈઝીનાં CEO કાસી વિશ્વનાથનની સાથે વાતચીત કરી અને બધું બરાબર થઈ ગયું હતું. વિશ્વનાથને પોતાની ચર્ચાની જાણકારી આપવાની ના પાડી પરંતુ તેમણે કહ્યું કે તમામ પક્ષોની વચ્ચે સ્વતંત્ર, સ્પષ્ટ અને લાંબી વાતચીત થઈ.