બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ધર્મ / Devuthani Ekadashi 2022 date in november know subh muhurat and significance

Dev Uthani Ekadashi / કારતક મહિનાના શુક્લ પક્ષમાં આવે છે દેવઊઠી એકાદશી, જાણો મહત્વ અને શુભ મુહૂર્ત વિશે

Arohi

Last Updated: 04:45 PM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશી પર 117 દિવસ માટે નિદ્રા યોગમાં ગયા છે. હવે શ્રી હરિ કારતક માસના શુક્લ પક્ષની દેવઊઠી એકાદશીના દિવસે જાગશે. જાણો આ વર્ષે દેવ ઉથની એકાદશી ક્યારે છે.

  • હિન્દુ ધર્મમાં એકાદશીનું ખાસ મહત્વ 
  • જાણો ક્યારે છે દેવઊઠી એકાદશી 
  • તમામ ઉપવાસોમાં સૌથી કઠીન છે એકાદશીનો ઉપવાસ 

દરેક પક્ષમાં આવતી એકાદશીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. દરેક એકાદશીનું પોતાનું મહત્વ છે. કાર્તક માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી દેવઊઠી એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસોમાં ચાર મહિના પછી ભગવાન વિષ્ણુનો શયનકાળ સમાપ્ત થાય છે અને તમામ શુભ અને માંગલીક કાર્યોની શરૂઆત થાય છે.

તમને જણાવી દઈએ કે અષાઢ મહિનાના શુક્લ પક્ષની દેવશયની એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે. ભગવાનનો આ શયનકાળ દેવઉઠી એકાદશીના દિવસે સમાપ્ત થાય છે. આ ચાર મહિના માટે તમામ પ્રકારના શુભ અને માંગલીક કાર્યો કરવામાં આવતા નથી. તેને દેવપ્રબોધિની એકાદશી અથવા દેવોત્થાન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આવો જાણીએ આ વર્ષે દેવઉઠી  એકાદશી ક્યારે છે અને તેનો શુભ સમય ક્યારે છે.

દેવઉઠી એકાદશી તારીખ 2022
હિન્દુ કેલેન્ડર મુજબ 10મી જુલાઈના રોજ દેવશયની એકાદશીના દિવસથી ચાતુર્માસની શરૂઆત થઈ છે. અને તે ચાર મહિના એટલે કે દેવઉઠી એકાદશી સુધી ચાલશે. આ વખતે દેવઉઠી એકાદશી 4 નવેમ્બર, શુક્રવારના રોજ છે. આ દિવસથી દેવ જાગીને પોતાનું કાર્યભાર સંભાળે છે. તેના બીજા દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. 

એકાદશી તિથિ 03 નવેમ્બર 2022 ના રોજ સાંજે 07:30 PMથી શરૂ થાય છે. એકાદશી તિથિ 04 નવેમ્બર 2022 ના રોજ સાંજે 6:08 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર દેવઉઠી એકાદશી 4 નવેમ્બરે ઉજવવામાં આવશે.

દેવઉઠી એકાદશીનું મહત્વ
એકાદશીના ઉપવાસને હિંદુ ધર્મમાં તમામ ઉપવાસોમાં સૌથી મુશ્કેલ માનવામાં આવે છે. તેનું વર્ણન મહાભારતની કથામાં પણ જોવા મળે છે. એવી માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે. બીજી તરફ એકાદશી વ્રત વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને વ્યક્તિ મૃત્યુ પછી વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ