બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Devotees rush to Dakor for Phagani Poonam

ભક્તિ / દ્વારકા અને ડાકોરમાં ફાગણી પૂનમને લઈ ભક્તોનો મોટો ઘસારો, ઠેર ઠેર ઉભી કરાઇ ખાસ વ્યવસ્થાઓ, કોઈ અગવડ નહીં

Dinesh

Last Updated: 08:25 PM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાકોર અને દ્વારાકા ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે, ડાકોર તરફના માર્ગો 'જય રણછોડ માખણચોર'ના નાદ સાથે ગૂંજી ઉઠ્યા છે. મહેમદાવાદ પંથકમાંથી એટલે કે અમદાવાદ તરફથી આવતાં પદયાત્રીઓ આગળ મંઝિલ તરફ જઈ રહ્યા છે.

  • ફાગણી પૂનમને લઈ ડાકોરમાં ભક્તોનો ધસારો
  • યાત્રાધામ દ્વારકામાં યાત્રિકોની ભીડ
  • ડાકોર જતા માર્ગો 'જય રણછોડરાય'ના નાદ સાથે ગુંજી ઊઠ્યા

ફાગણી પૂનમને લઈ ડાકોરમાં ભક્તોનો ધસારો વધ્યો છે. રાસ્કા ચેકપોસ્ટ પાસે પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. ડિજિટલ બેગ સ્કેનર દ્વારા બેગનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ડાકોર તરફ જઈ રહેલા પદયાત્રિકોની સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

ડાકોરમાં ભક્તોનો ધસારો

ભક્તોના પ્રવાહથી ભક્તિ માર્ગ છલકાયો
ડાકોરના ઠાકોરને મળવા ભક્તો હરખાયા છે ધોળી ધજા સાથે દુર દુરથી ચાલીને આવતાં પદયાત્રીકો ડાકોર તરફ આગે કૂચ કરી રહ્યા છે. ખેડા જિલ્લાના ડાકોર તરફના માર્ગો 'જય રણછોડ માખણચોર'ના નાદ સાથે ગૂંજી ઉઠ્યા છે. મહેમદાવાદ પંથકમાંથી એટલે કે અમદાવાદ તરફથી આવતાં પદયાત્રીઓ આગળ મંઝિલ તરફ જઈ રહ્યા છે. ભક્તોના પ્રવાહથી ભક્તિ માર્ગ છલકાયો છે. કોઈ મિત્રના ખભે તો કોઈ ઊંટ લારીમાં બેસી ડાકોર પગપાળા જતા જોવા મળી રહ્યા છે. સેવાભાવી સંસ્થાઓ તથા સ્વેચ્છિક લોકો પદયાત્રીઓની સેવામાં વ્યસ્ત બન્યા છે.

ભક્તો ધોળી‌ ધજા સાથે ડાકોર પગપાળા આવી રહ્યા છે
ફાગણી પૂનમના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ડાકોરના ઠાકોરને મળવા ભક્તો હરખાયા છે. 'ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે'ના ગગનભેદી નાદ સાથે ભક્તો ધોળી‌ ધજા સાથે ડાકોર પગપાળા આવી રહ્યા છે. ભક્તોનો પ્રવાહ શરૂ થયો છે  ડાકોરમાં ભક્તજન સાથે ભગવાને હોળી ખેલી છે. આ પર્વ ટાંણે  ગુલાલના છોળો ઉડાડતા ભક્તો નજરે પડ્યા હતા.બીજી તરફ દુર દુરથી ભક્તો ડાકોરના દ્વારે પગપાળા આવવા રવાના થયા છે. ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ થઈ ગયો છે. જિલ્લાના મહેમદાવાદ પંથકમાંથી ભક્તો ડાકોર તરફ આગળ જઈ રહ્યા છે. ખાસ અમદાવાદ સહિત સૌરાષ્ટ્રમાંથી પદયાત્રીઓ ડાકોર તરફ ફાગણી પૂનમ ભરવા જઈ રહ્યાં છે. ધમધોખતા તાપમાં પણ શ્રધ્ધા સાથે પદયાત્રીઓ આગળ ડાકોર તરફ ધપી રહ્યા છે. મહત્વનું છે કે, આ પદયાત્રીઓની સેવામાં 24 કલાક ખડેપગે સેવકો સેવા કરી પૂર્ણ્યનુ ભાથું મેળવી રહ્યા છે.

ભક્તોમાં અનેરો ઉત્સાહ, ઉમંગ જોવા મળે છે
મહેમદાવાદ પંથકમાં દર 500 મીટરના અંતરે સેવાઓના કેમ્પો લાગ્યા છે ડાકોરના ઠાકોરના દર્શનાર્થે આવતા પગપાળા જતાં ભક્તોનો અનેરો ઉત્સાહ, ઉમંગ જોવા મળે છે. મહેમદાવાદ પંથકમાં દર 500 મીટરના અંતરે સેવાઓના કેમ્પો લાગ્યા છે જેનો લાભ પદયાત્રીકો મેળવી રહ્યા છે.  તો ખેડા જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર યાત્રી રૂટ ઉપર ચુસ્ત પોલીસ બદોબસ્ત ઊભો કરવામા આવી રહ્યો છે ખાસ કરીને મહેમદાવાદ નજીક ખાસ ચેકીંગ વાહન ઉભુ કરી પદયાત્રીઓ ની બેગો અને સમાન નુ થર્મલ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સાથે બોડી વોર્ન કેમેરા સાથે જવાનો અને પોલીસ વાહનો પેટ્રોલિંગ કરી રહ્યાં છે વિવિધ એજન્સી પણ તૈનાત કરી દેવામાં આવી છે. 

ફૂલડોલ ઉત્સવને લઇ યાત્રિકોની ભીડ
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકામાં પહોંચી રહ્યા છે.  દ્વારકાની બજારોમાં તેમજ દ્વારકાધીશના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેને લઈ તંત્રએ પણ ખાસ તૈયારીઓ કરી છે. સુરક્ષાના ભાગરૂપે ફૂલડોલ ઉત્સવમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો છે. પદયાત્રિકોને ખાણી-પીણી ઉપરાંત મેડિકલની પણ સુવિધા આપવામાં આવી રહી છે. તેમજ વિશ્રામ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઠેર-ઠેર સેવા કેમ્પો ધમધની રહ્યા છે.  મંદિર પરસર અને શેરીઓ જય દ્વારકાધીશના નાદથી ગૂંજી ઉઠ્યા હતા. અને ભકતોએ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દ્વારકાધીશના મંદિરમાં ભક્તોની ભારે ભીડ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ