બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Devotees recite Hanuman Chalisa to please Lord Hanuman. But a person who recites Hanuman Chalisa has to be especially careful about some things.

નિયમ / હનુમાન ચાલીસાના પાઠ કરતાં પહેલા અચૂક લેવું જોઈએ આ નામ, જાણો કઈ કઈ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન

Pravin Joshi

Last Updated: 08:17 AM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. પરંતુ હનુમાન ચાલીસાનો પાઠ કરનાર વ્યક્તિએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

  • હનુમાનજી સરળતાથી પ્રસન્ન થનાર દેવતા 
  • પૂજાથી માણસની મનોકામનાઓ પૂર્ણ થાય 
  • પાઠ કરતા પહેલા સ્નાન કરવું ફરજીયાત 

ભગવાન હનુમાનને કલયુગના ભગવાન કહેવામાં આવે છે. બજરંગબલી વિશે એવી માન્યતા છે કે તેમને અમર થવાનું વરદાન છે. કહેવાય છે કે કલયુગમાં પણ ભગવાન હનુમાન જીવિત છે. હનુમાનજી સરળતાથી પ્રસન્ન થનાર દેવતા છે. તેની પૂજા કરવાથી માણસની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેના પર આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે.

વિદેશ કલાકારોએ અલગ અંદાજમાં સંભળાવી હનુમાન ચાલીસા: કેટલાક લોકોને ગમી તો  કેટલાક લોકોએ કર્યા ટ્રોલ, જુઓ VIDEO Hanuman Chalisa new rersion:artists  from three continents ...

હનુમાન ચાલીસા વાંચવાથી માત્ર ભય પર જ વિજય નથી થતો પરંતુ પિતૃ દોષ, મંગલ દોષ, રાહુ કેતુ દોષ વગેરેથી પણ મુક્તિ મેળવી શકાય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરનાર વ્યક્તિએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એવું કહેવાય છે કે જે વ્યક્તિ આવું નથી કરતો તેના પર હનુમાનજી નારાજ થઈ જાય છે અને તેને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જાદુની જેમ કામ કરશે યોગ્ય રીતે કરેલો હનુમાન ચાલીસાનો પાઠ, જીવનમાં થશે આ  ચમત્કાર | Hanuman Chalisa remedies for better health rahu ketu dosh mukti

આ બાબતો ધ્યાનમાં રાખો

  • હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલા સ્નાન વગેરે કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી હનુમાનજીને ગંગા જળથી સ્નાન કરાવવું જોઈએ.
  • જે આસન પર હનુમાન ચાલીસાનો પાઠ કરવો હોય તે લાલ રંગનું હોવું જોઈએ.
  • શનિવાર અથવા મંગળવારે પાઠ શરૂ કરો અને તેને 40 દિવસ સુધી સતત કરતા રહો. આ સિવાય દર શનિવાર અને મંગળવારે મંદિરના દર્શન કરો.
  • હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તામસિક ભોજન અથવા આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ.
  • હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલા હનુમાનજીની મૂર્તિ પર ચમેલીનું તેલ અને સિંદૂર ચઢાવવું જોઈએ.
  • કહેવાય છે કે જો હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો પહેલા ભગવાન રામનું નામ લેવું જોઈએ. આ પછી હનુમાન ચાલીસાના પાઠ પછી હનુમાનજીનું સ્મરણ શરૂ કરવું જોઈએ.
  • કહેવાય છે કે જે વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેણે પોતાનું જીવન ઈમાનદારીથી જીવવું જોઈએ. આવી વ્યક્તિએ જૂઠું ન બોલવું જોઈએ.
  • હનુમાનજીના ભોગમાં તુલસીના પાન અવશ્ય સામેલ કરવા જોઈએ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ