બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Devotees gather in Shivalayams of Gujarat on the occasion of Mahashivratri

Mahashivratri 2024 / મહાશિવરાત્રિ નિમિત્તે ગુજરાતના શિવાલયોમાં ભક્તોનો મેળાવડો, ભાવિકો આરતી-યજ્ઞ સહિત ભાંગની પ્રસાદના બન્યા સાક્ષી

Vishal Khamar

Last Updated: 03:25 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર રાજ્યમાં મહાશિવરાત્રી પર્વની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સોમનાથ મહાદેવ ખાતે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રીએ પરિવાર સાથે દર્શન કર્યા હતા. તેમજ અમદાવાદ ખાતે આવેલા શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા.

જૂનાગઢનો શિવરાત્રીનો મેળો એટલો ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ.આ કહેવતને સાચા સાર્થક કરનાર એટલે આપાગીગાનો ઓટલો. ભવનાથમાં છેલ્લા ત્રણ દિવસથી મહાશિવરાત્રિનો મેળો જામ્યો છે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યાં છે. તેમજ સાધુ-સંતો ધુણી ધખાવી રહ્યા છે. ત્યારે  મેળામાં આવનાર કોઈપણ ભક્ત ભુખ્યો ન રહે તે માટે નિઃશુલ્ક ભોજનની પણ સુવિધા ઉપલબ્ધ છે. છેલ્લા કેટલાય વર્ષોથી અવિરત ચાલતાં આપાગીગાના ઓટલાથી શિવરાત્રિમાં આવનાર એક પણ ભાવિક અજાણ નહીં હોય, આપાગીગાના ઓટલે મેળામાં આવતા લાખો ભાવિકોને ભાવથી ભોજન-પ્રસાદી પીરસવામાં આવે છે. જે માટે હજારો સ્વયંસેવકો ખડેપગે હાજર રહે છે.મહત્વનું છે કે ચોટીલા આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ દ્વારા ભાવિકો માટે ભોજન પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. આપાગીગાનો ઓટલો લાલસ્વામીની જગ્યામાં ભગીરથવાડીની સામે, ભવનાથ ખાતે આવેલો છે. અહી સતત સાત વર્ષથી સેવાના ભાવ સાથે નિ:શુલ્ક જાહેર અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાદેવના કર્યા દર્શન
આજે મહાશિવરાત્રીને લઈ તમામ શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા છે. ત્યરે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમજ આગામી લોકસભા ચૂંટણી અંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે લોકસભાની ચુંટણીમા ભાજપ 400 બેઠકને પાર થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

વહેલી સવારથી ભકતો મહાવદેવના દર્શને ઉમટ્યા 
અમદાવાદમાં જોધપુરમાં બિલેશ્વર મહાદેવનાં મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી. વહેલી સવારથી ભક્તો મહાદેવનાં દર્શને ઉમટ્યા હતા. આજે શિવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનનાં દર્શને ઉમટ્યા હતા. વહેલી સવારથી મંદિર ખુલતા જ ભક્તોની ભીડ જામી હતી. ભગવાન ભોલેનાથને બીલીપત્ર અને દૂધનો અભિષેક કરાયો હતો. 

શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
સુરેન્દ્રનગરના શિવ મંદિરોમાં મહાશિવરાત્રી હોવાથી જોવા મળ્યો ભક્તોનો મેળાવડો જોવા મળ્યો હતો. લીંબડીના ફુલનાથ મહાદેવ જગદીશ આશ્રમ સહિત મંદિરોમાં પુજામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. શિવ મંદિરોમાં મહાઆરતી, યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શિવમંદિરોમાં ભાંગના પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. 

ગુજરાત, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રમાંથી લોકો દર્શનાર્થે આવે છે
સાબરકાંઠાના હિંમતનગરના બેરણા ધામ ખાતે મહાશિવરાત્રિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શિવના દર્શને પહોંચી રહ્યાં છે. બેરણામાં આવેલા કંટાળેશ્વર મહાદેવ મંદિરમાં 51 ફૂટ ઉંચી ભગવાન શિવની પ્રતિમા છે. જ્યાં 300 કિલો ઘી તેમજ 125 કિલો કપાસની દિવેટની જ્યોતથી ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. ગુજરાત, રાજસ્થાન, સહિત મહારાષ્ટ્રમાંથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. ત્યારે આજે મહાશિવરાત્રિ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 

વધુ વાંચોઃ સુરતમાં પત્ની-પુત્રને ઝેર પીવડાવી પિતાએ ખાધો ગળેફાંસો, મરતા પહેલા વીડિયો પણ બનાવ્યો, કારણ અકબંધ

ભક્તો દેવાધિદેવ મહાદેવની પૂજા કરી ભાવવિભોર થયા
ભાવનગરમાં મહાશિવરાત્રી પર્વને લઈ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. શહેરના ભીડભંજન મહાદેવ તેમજ તખ્તેશ્વર મહાદેવના મંદિર ખાતે સવારથી લોકો દર્શન માટે ઉમટ્યા હતા. મહાશિવરાત્રી પર્વને લઈને ભાવનગર શહેરના વિવિધ શિવાલયોમાં આજે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી શહેરના તખ્તેશ્વર મહાદેવ તેમજ બીલેશ્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ સહિતના મહાદેવના મંદિરોમાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા અને દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી ભાવવિભોર થયા હતા અને મંદિરોને સુશોભિત પણ કરવામાં આવ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ