બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / despite the warnings of the husband the wife used to call a person late at night

અજબ ગજબ! / મોડી રાતે અન્ય પુરૂષ સાથે પત્ની કરી રહી હતી ફોનમાં વાતો! મામલો પહોંચ્યો કોર્ટમાં, પછી જુઓ શું થયું

Kavan

Last Updated: 01:04 PM, 20 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળ હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં એક દંપતિને છૂટાછેડા આપતા કહ્યું કે જો પત્ની, તેના પતિની વારંવારની ચેતવણીને અવગણીને, મોડી રાત્રે ફોન પર અન્ય વ્યક્તિ સાથે ગુપ્ત રીતે વાત કરે છે, તો તે વૈવાહિક ક્રૂરતા ગણાશે.

  • કેરળની હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો 
  • દંપતિને છૂટાછેડાની આપી મંજૂરી 
  • પત્ની છૂપાઈને અન્ય પુરુષ સાથે કરતી હતી વાત

આ કેસમાં પતિએ ફેમિલી કોર્ટના નિર્ણયને પડકારતી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેણે અગાઉ વ્યભિચાર અને ક્રૂરતાના આધારે છૂટાછેડાની મંજૂરી આપવાની પતિની અપીલને ફગાવી દીધી હતી.

કોર્ટે છૂટાછેડાની આપી મંજૂરી

લાઈવ લો મુજબ, હાઈકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે પત્ની અને ત્રીજી વ્યક્તિ વચ્ચેના ફોન કોલના પુરાવા પત્ની પર વ્યભિચારનો આરોપ લગાવવા માટે પૂરતા નથી. સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે બંને વચ્ચે ચાલી રહેલા વૈવાહિક વિખવાદને જોતા પત્નીએ પોતાના વર્તનમાં વધુ સાવચેતી રાખવી જોઈતી હતી. આ બંને ભૂતકાળમાં ત્રણ વખત અલગ થઈ ચૂક્યા છે અને ઘણી મસલત બાદ ફરી સાથે રહેવા માટે સંમત થયા હતા.

2012માં શરૂ થયો હતો ઝઘડો 

દંપતીને એક બાળક છે અને 2012માં તેમની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. ત્યારબાદ પત્નીએ પતિ અને તેના પરિવારના સભ્યો પર મારપીટનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આ પહેલા પણ પતિને શંકા હતી કે લગ્ન પહેલા તેની પત્નીનું ઓફિસમાં અન્ય એક પુરુષ સાથે અફેર હતું જે લગ્ન પછી પણ ચાલુ હતું. જોકે, હાઈકોર્ટે પત્ની પરના વ્યભિચારના આરોપને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે પતિએ ક્યારેય પત્નીને કાર્યસ્થળ સિવાય અન્ય કોઈ જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ સાથે જોઈ નથી અને તેથી પુરાવા અપૂરતા છે.

મોડી રાતે પત્ની પર પુરૂષ સાથે કરી ફોનમાં વાતો 

પતિએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે એક પ્રસંગે તેણે પત્ની અને અન્ય પુરુષ વચ્ચેની ઘનિષ્ઠ વાતચીત સાંભળી હતી. પૂછપરછ પર, પત્નીએ તેને કહ્યું કે બીજા પુરુષનો તેના કરતાં તેના પર વધુ અધિકાર છે. પતિના કહેવા પ્રમાણે, તેની ચેતવણી છતાં તેની પત્નીએ બીજી વ્યક્તિને ફોન કરવાનું ચાલુ રાખ્યું. જસ્ટિસ કૌસર એડપ્પાગ્થે (Justice Kauser Edappagth)  પોતાના ચુકાદામાં કહ્યું હતું કે એ નોંધવું પણ યોગ્ય છે કે જુબાની દરમિયાન પત્નીએ નિવેદન આપ્યું હતું કે તે અન્ય વ્યક્તિને માત્ર ક્યારેક જ ફોન કરતી હતી. જ્યારે દસ્તાવેજી પુરાવાઓ સાબિત કરે છે કે પતિની ચેતવણીને અવગણીને પત્ની મોડી રાત્રે અન્ય વ્યક્તિ સાથે ફોન પર વારંવાર વાત કરતી હતી. આ એક વૈવાહિક ક્રૂરતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ