બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Deputy Municipal Commissioner suspended 6 employees of LG Hospital

એક્શન / અમદાવાદની હોસ્પિટલમાં બક્ષિસ ન મળતા કર્મીઓએ પ્રસૂતાને નિર્વસ્ત્ર છોડ્યા, વીડિયો વાયરલ થયા બાદ આખરે કરાઇ કાર્યવાહી

Malay

Last Updated: 03:49 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદની LG હોસ્પિટલમાં પ્રસૂતાની રઝળપાટ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે LG હોસ્પિટલના 6 કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે.

 

  • LG હોસ્પિટલમાં પ્રસૂતાની રઝળપાટનો મામલો 
  • LG હોસ્પિટલમાં 6 કર્મચારીઓ સસ્પેન્ડ 
  • સમગ્ર ઘટનાનો વીડિયો આવ્યો હતો સામે 

અમદાવાદની LG હોસ્પિટલના 6 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ડિલિવરી બાદ મહિલાના પરિવારજનોએ બક્ષિસ ન આપતા કર્મચારીઓએ મહિલા સાથે માનવતાને ન છાજે તેવું વર્તન કર્યું હતું. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ અમદાવાદ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આકરી કાર્યવાહી કરતા હોસ્પિટલના 6 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. 

પરિવારજનો પાસે માંગી હતી બક્ષિસ
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 30 એપ્રિલના રોજ ગોમતીપુર ખાતે રહેતી એક સગર્ભાને પીડા ઉપડતાં તેમને એલજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે બાદ ડોક્ટરો દ્વારા તેમને ઓપરેશન રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ઓપરેશન રૂમની બહાર બેઠેલા પરિવારજનો પાસે ત્યાંના કામદારોએ બક્ષિસની માંગ કરી હતી. 

પરિવારે સવારે આપવા કહ્યું હતું 
જોકે, મહિલાના સાસુ પાસે તે સમયે 100 રૂપિયા હતા, તે કામદારોને આપ્યા હતા. આ દરમિયાન કામદારોએ 2000 રૂપિયાની માંગ કરી હતી. તેઓએ સવારે પૈસા આપવા જણાવ્યું હતું.  ડિલિવરી બાદ મહિલાને વોર્ડમાં લઈ જવાયા હતા. અહીં પણ કામદારોએ બક્ષિસની માંગણી કરી હતી. જેથી મહિલાના સાસુએ કહ્યું હતું કે અત્યારે પૈસા નથી, ઘરેથી લાવીને સવારે પૈસા આપીશું. 

મહિલાના પરિવારે કરી હતી ફરિયાદ
જેથી રૂ.2 હજાર બક્ષિસ ન મળતા કર્મચારીઓએ મહિલાને હોસ્પિટલના કપડા તરત ઉતારવા કહી દીધું. મહિલા સાથે તેમના વૃદ્ધ સાસુ એકલા હોવાથી તેમણે કામદારોને કપડા કાઢી બીજા પહેરાવવા કહ્યું હતું. પરંતુ કામદારોએ કપડા કાઢીને મહિલાને નિર્વસ્ત્ર બેડ પર છોડી દીધી અને ત્યાંથી જતા રહ્યા. જે બાદ મહિલાના પરિવાર દ્વારા સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી હતી. તો કામદારો પૈસાની માંગ કરી રહ્યા હોય તેવો વીડિયો પણ સામે આવ્યો હતો. 

અમારી સાથે ખરાબ વર્તન કર્યુંઃ મહિલાના પતિ
કર્મચારીઓના કૃત્ય અંગે મહિલાના પતિએ જણાવ્યું હતું કે, રૂપિયા આપ્યા હતા છતાં કર્મચારી 2 હજારની માંગણી કરતા હતા. માનવતાને ન છાજે તેવું વર્તન અમારી સાથે થયું છે. મને અને મારા ભાઈને ધક્કા મારી વોર્ડમાંથી કાઢી મુક્યા હતા. કર્મચારીઓ મન ફાવે તેવું વર્તન કરે છે. તંત્ર આ બાબતે કોઈ ધ્યાન નથી આપતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ