બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Deputy Chief Minister Nitin Patels big statement on corona vaccine

નિવેદન / ગુજરાતમાં ક્યારે આવશે કોરોના વેક્સિન? નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન

Kavan

Last Updated: 04:30 PM, 2 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની વેક્સિનને મંજૂરી બાદ આજે કેન્દ્ર સરકારે દરેકને ફ્રી કો વેક્સિનની જાહેરાત કરી છે ત્યારે  કોરોના વેક્સિન મુદ્દે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વેક્સિનનો જે ખર્ચ આવશે તે રાજ્ય સરકાર કરશે.

  • કોરોના વેક્સિન મુદ્દે DyCM નીતિન પટેલનું મોટું નિવેદન
  • 2-3 દિવસમાં ગુજરાતને વેક્સિનનો જથ્થો મળશે
  • વેક્સિનની કોઇ કિંમત નક્કી નથી કરાઇ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 2-3 દિવસમાં ગુજરાતને વેક્સિનનો જથ્થો મળશે અને વેક્સિનની કોઇ કિંમત નક્કી નથી કરાઇ. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે, અત્યાર સુધી પ્રજા પાસેથી કોઇપણ પ્રકારના પૈસા વસૂલવામાં આવ્યા નથી તો વેક્સિનના ખર્ચનો બોજો પ્રજા પર નહીં આવે. 

વેક્સિનનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે

હું લોકોને વિશ્વાસ આપુ છું, તમામ ખર્ચ રાજ્ય સરકાર કરશે તેવી વાત નાયબ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવી હતી. 

CM રૂપાણીએ આ મામલે આપ્યું નિવેદન 

નોંધનીય છે કે, ફ્રી વેક્સિનની ઘોષણા પર CM રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. CM રૂપાણીએ આ મામલે જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકારે દેશમાં ફ્રી વેક્સિનની જાહેરાત કરી છે. US-UKમાં રૂ.3 હજારમાં ફાઇઝર વેક્સિન અપાઇ છે. ભારતમાં તમામ લોકોને ફ્રી માં વેક્સિનની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાના નવા સ્ટ્રેનના દર્દીઓ વિશે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, આઇસોલેટ કરાયા છે. સ્ટ્રેનથી બીજા લોકોને અસર થતી નથી. અન્ય લોકોમાં સંક્રમણ ન ફેલાય તેનું ધ્યાન રાખીશું. 

CM રૂપાણી પંચમહાલના ગોધરામાં 705 કરોડથી વધુના કાર્યોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કર્યુ હતુ. CM રૂપાણીના હસ્તે 136 કરોડની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. CM રૂપાણી હારેડા પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મોરવાના 51 ગામોને પાણી મળશે. હારેડા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પાણી મળશે. CM રૂપાણી પાનમ જલાશ્રય યોજનાનું પણ લોકાર્પણ કર્યુ હતુ. 

શું કહ્યું કેન્દ્ર સરકારે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને GTB હોસ્પિટલ જઈને તૈયારીઓનો રિવ્યૂ કર્યો. તેમણે કહ્યું કે, અફવા પર ધ્યાન ન આપશો. સુરક્ષિત અને સરકારક વેક્સિન અમારી પ્રાથમિકતા છે. પોલીયોના વેક્સિનેશન વખતે પણ ઘણી અફવાઓ ફેલાવાઈ હતી, પણ લોકોએ વેક્સિન લગાવડાવી અને આજે દેશ પોલિયો મુક્ત થઈ ચૂક્યો છે.સાથે જ સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- વેક્સિન દિલ્હીમાં નહીં પણ આખા દેશમાં ફ્રીમાં લગાડવામાં આવશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ