બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / departure of such people does not matter to Congress Parthiv Kathawadi

ગુજરાત / આવા લોકોના જવાથી કોંગ્રેસને કોઈ ફરક પડતો નથી : વિશ્વનાથ વાઘેલાના રાજીનામા મામલે પાર્થિવ કઠવાડિયાની પ્રતિક્રિયા

Kishor

Last Updated: 04:56 PM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વનાથ વાઘેલાના ભાજપમાં જોડાવા મામલે કોંગ્રેસ નેતા પાર્થિવ કઠવાડિયાએ પ્રતિક્રિયા આપી આવા લોકોના જવાથી કોંગ્રેસને કોઈ ફરક ન પડતો હોવાનું જણાવ્યું હતું.

  • વિશ્વનાથ વાઘેલાના નિવેદન સામે પાર્થિવ કઠવાડિયાની પ્રતિક્રિયા
  • કમલમમાં  ખુરશીઓ ખાલી હતી એ બધાએ જોયુંઃપાર્થિવ રાજસિંહ
  • આવા લોકોના જવાથી કોઈ ફરક નથી પડતોઃપાર્થિવ રાજસિંહ 

ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપી આજે વિધિવત કેસરીયા કર્યા છે. આ મામલે કોંગ્રેસ નેતા પાર્થિવ કઠવાડિયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, તેઓ પોતાના ફાયદા માટે મોટુ પદ છોડીને ગયા છે. જે ભાજપમાં જોડાયા બાદ પણ નિષ્ફળ રહયા હોવાનો ઉલ્લેખ કરી કમલમા ખાતે આજે ખુર્શીઓ ખાલી હતી જે તમામ લોકોએ જોયું હોવાનું  પાર્થિવ કઠવાડિયાએ ઉમેર્યું હતું.

યુવા સંગઠનનું નેતૃત્વ કરવાનો મોકો મળ્યો પરંતુ ભાજપમાં જોડાયા
પાર્થિવ કઠવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે આઠ લાખથી વધુ યુવા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.  જેનું નેતૃત્વ કરવાનો મોકો વિશ્વનાથસિંહ વાઘેલાને મળ્યો હતો પરંતુ તેઓ અંગત ફાયદા કોંગ્રેસ સાથે છેડો ફાડિને ભાજપમાં જોડાયા છે. ભાજપમાં આજના કાર્યક્રમનો ફિયાસ્કો થયો હોવાનો પણ યુથ કોંગ્રેસે સુર પુરાવ્યો હતો. એટલું જ નહિ કોંગ્રેસમાંથી  આવા  લોકો જતા રહે તો કોંગ્રેસને કોઈ ફરક ન પડતો હોવાનું પણ પાર્થિવ કઠવાડિયાએ જણાવ્યું હતું. યુવા કોંગ્રેસના પ્રમુખ પદને શોભાવાનો મોકો મળ્યો હતો હવે તેમની સાથે 3 ટકા પણ યુવાનો ન ગયા હોવાની વાતને સમર્થન આપ્યું હતું.
 
વિશ્વનાથ વાઘેલા આજે ભાજપના રંગે રંગાયા 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકારણમાં પક્ષ પલટા મૌસમ પૂર બહારમાં ખીલી છે. ત્યારે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું ધરી દીધું હતું ત્યાંરબાદ આજે તેઑ ભાજપના રંગે રંગાયા છે.વિશ્વનાથ સિંહ વાઘેલા આજે કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે. સી.આર. પાટીલની ગેરહાજરીમાં વિશ્વનાથ સિંહ વાઘેલા અને કોંગ્રેસના પૂર્વ યુથ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે.  આજે કમલમ ખાતે વિશ્વનાથસિંહ વાઘેલા, વિનયસિંહ તોમર સહિત જીગર માળી, પાર્થ દેસાઈ, વિશાલ ઠાકોર, ભાવરી સમાજના ગુજરાત પ્રમુખ માલારામ ભાવરી ભાજપમાં જોડાયા છે. અનેક સમર્થકો સાથે કોંગ્રેસના યુવા નેતાઓએ આજે કેસરિયો ધારણ કર્યો છે. કોંગ્રેસના આ પૂર્વ દિગ્ગજોનું ગોરધન ઝડફિયાએ ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ