બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

VTV / Denial of sex' can't be 'exceptional hardship' for divorce within a year: Delhi HC

આદેશ / સેક્સનો ઈનકાર 1 વર્ષ પહેલા છૂટાછેડા માટે 'અપવાદરુપ કારણ' ન બની શકે, કપલના કેસમાં હાઈકોર્ટનો ચુકાદો

Hiralal

Last Updated: 10:52 PM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે એક કપલની અરજી ફગાવતા એવો ચુકાદો આપ્યો કે સેક્સનો ઈન્કાર ક્રૂરતા છે પણ છૂટાછેડા માટે 'અસાધારણ હાડમારી'નથી.

  • દિલ્હી હાઈકોર્ટનો કપલના કિસ્સામાં ચુકાદો
  • સેક્સનો ઈન્કાર ક્રૂરતા છે
  • પણ છૂટાછેડા માટે 'અસાધારણ હાડમારી'નથી

દિલ્હી હાઈકોર્ટે એક કપલના કિસ્સામાં ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે વૈવાહિક સંબંધનો ઇનકાર એ છૂટાછેડા માટેનું એક કારણ છે અને ક્રૂરતા સમાન છે, પરંતુ ફરજિયાત એક વર્ષના કુલિંગ-ઓફ સમયગાળા પહેલાં લગ્ન સમાપ્ત કરવા તે "અપવાદરૂપ મુશ્કેલી" હોઈ શકે નહીં. 

કપલે લગ્નના એક વર્ષ પહેલા કરી હતી છૂટાછેડાની અરજી 

મૂળ ઉત્તરાખંડના એક કપલે તેમના લગ્નના એક વર્ષ પહેલા છૂટાછેડાની અરજી કરી હતી. લગ્નજીવનમાં સારુ ચાલતું ન હોવાથી તેમણે છૂટા પડવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી પરંતુ તેમના લગ્નને થયે નિર્ધારીત 1 વર્ષનો સમયગાળો પૂરો ન થયો હોવાથી તેમની અરજી ફગાવાઈ હતી, ટ્રાયલ કોર્ટના આ ચુકાદાની વિરૃદ્ધમાં કપલ હાઈકોર્ટ પહોંચ્યું હતું.દિલ્હી હાઇકોર્ટે સોમવારે ટ્રાયલ કોર્ટનો ચુકાદો ઉથલાવવાનો ઈન્કાર કર્યો હતો. ટ્રાયલ કોર્ટના આદેશને એક કપલને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેમની અરજી પર સુનાવણી કરતા કોર્ટે આવો ચુકાદો આપ્યો હતો. કાર્યકારી ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંહની ડિવિઝન બેન્ચે, જોકે, અલગ થવાના એક વર્ષની મુદત પૂરી થયા પછી પક્ષકારોને સ્વતંત્ર રીતે યોગ્ય કોર્ટમાં જવાની મંજૂરી આપી હતી.

ફેમિલી કોર્ટે કપલની છૂટાછેડાની અરજી ફગાવી હતી 
 
ફેમિલી કોર્ટે દંપતીની છૂટાછેડાની અરજીને ફગાવી દીધી હતી કારણ કે તે એક વર્ષ પહેલા દાખલ કરવામાં આવી હતી. હિંદુ લગ્ન અધિનિયમની કલમ 14 હેઠળ છૂટાછેડા માટે અરજી કરતા પહેલા લગ્નની તારીખથી ફરજિયાત એક વર્ષનો રાહ જોવી પડતી હોય છે. જોકે કેટલાક અપવાદરુપ કિસ્સામાં એક વર્ષનો સમયગાળો માફ થતો હોય છે અને છૂટાછેડા મળી જતા હોય છે. 

શું છે મામલો

ઉત્તરાખંડના રામ નગરમાં 4 એપ્રિલ, 2021ના રોજ હિંદુ રીતિ-રિવાજ મુજબ એક કપલે લગ્ન કર્યાં હતા. થોડા સમયમાં તેમની વચ્ચેના મતભેદો બહાર આવ્યાં હતા. આખરે 14 એપ્રિલ, 202ના રોજ અલગ રહેવા લાગ્યા હતા. 29 જુલાઈ, 2021 ના ​​રોજ, મહિલાએ તેના લગ્નનું ઘર છોડી દીધું અને તેના માતાપિતાના ઘરે ગઈ. ફેમિલી કોર્ટે 16 ઓક્ટોબર, 2021ના રોજ તેમની પરસ્પર છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી, જેના પગલે દંપતીએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ