બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Dengue malaria cases increased in Ahmedabad

હોસ્પિટલમાં દર્દીનો ઘસારો / અમદાવાદીઓ સાવધાન.! આ રોગાચાળાએ શહેરને લીધું ભરડામાં, એકાએક આવ્યા લાગ્યા કેસ

Kishor

Last Updated: 06:15 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં રોગચાળાએ બરોબરનો ભરડો લીધો છે. જેને લઈને ઘરે ઘરે માંદગીના ખાટલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

  • અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાએ લીધો ભરડો
  • ડેન્ગ્યુના 174, મેલેરિયાના 81 કેસ સામે આવ્યા 
  • શહેરમાં ચિકનગુનિયાના 9, કોલેરાના 6 કેસ નોંધાયા

દર વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઉચકતો હોય છે. ત્યારે હાલ અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં રોગચાળાએ બરોબરનો ભરડો લીધો છે. જેને લઈને ઘરે ઘરે માંદગીના ખાટલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદ બાદ ભરાયેલા પાણીને લઈને મચ્છરનો ઉપદ્રવ વધતાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. બીજી બાજુ ચોમાસાની ઋતુને લઇને પાણીજન્ય રોગચાળાએ પણ હાલ અમદાવાદમાં કાળો કહેર વર્તાવ્યો છે. અમદાવાદમાં ડેન્ગ્યુના 174, મેલેરિયાના 81 કેસ સામે આવ્યા છે 

હાઈપર ટેન્શન, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો પર AMCએ કરાવેલા હેલ્થ સર્વેમાં  ચોંકાવનારા ખુલાસા, બેદરકારી છતી થઈ | A survey on non communicable diseases  was conducted by AMC


 ટાઇફોઇડના 415 કેસ, કમળાના 166 કેસ નોંધાયા
અમદાવાદના આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર અમદાવાદમાં હાલ મચ્છરજન્ય, પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. જેના પરિણામે ડેન્ગ્યુના 174, મેલેરિયાના 81 કેસ સામે આવ્યા છે. બીજી બાજુ શહેરમાં ચિકનગુનિયાના 9, કોલેરાના 6 કેસ નોંધાયા છે. તો ટાઇફોઇડના 415 કેસ, કમળાના 166 કેસ પણ સામે આવ્યા છે. ઝાડાઉલ્ટીનાં 1139 કેસ નોંધાયા છે.

સિવિલ હોસ્પિટલની ડિજીટલ પહેલ: દર્દીઓના ફોલો અપ માટે શરૂ થશે SMS સેવા |  Ahmedabad Civil Hospital for diagnosis and treatment will be informed by SMS


બાંધકામ સાઇટ, શાળા, હોસ્પિટલોમાં ચેકિંગ કરી દંડ વસુલાયો

કેસ વધતા આરોગ્ય તંત્ર પણ સફાળું જાગ્યું છે અને AMC દ્વારા મચ્છરોની બ્રિડિંગ સાઇટને લઇને ચેકિંગ હાથ ધરાયુ હતું.બાંધકામ સાઇટ, શાળા, હોસ્પિટલો સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દંડ વસુલાયો હતો. તંત્રના ચેકીંગમાં ઝપટે ચડેલા બેરદરકાર જવાબદારો સામે લાલ આંખ કરી 75 લાખનો દંડ વસુલાવામા આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ