બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Demonstration against Common University Act in Vadodara

ધરણા / વડોદરામાં કોમન યુનિવર્સિટી એક્ટના વિરોધમાં પ્રદર્શન, MS યુનિવર્સિટી સરકારી કચેરી બનવાનો આરોપ

Vishal Khamar

Last Updated: 10:22 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં સરકાર દ્વારા આગામી સમયમાં યુનિવર્સિટીમાં લાવવામાં આવનાર કોમન યુનિવર્સિટી એક્ટને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં યુનિવર્સિટીનાં BUSA અને BUTA સહિત વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને નાગરિકો હાજર રહ્યા હતા.

  • વડોદરામાં કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરવા મામલે વિરોધ પ્રદર્શન
  • એક્ટ લાગુ થયા બાદ યુનિ. સરકારી બની જવાનો આરોપ
  • ઓલ ઈન્ડિયા સેવ એજ્યુંકેશન કમિટીએ યોજ્યા ધરણા

ગુજરાત સરકાર ટૂંક સમયમાં રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરવાની વિચારણા કરી રહી છે. ત્યારે આ કોમન એક્ટ લાગુ કરવાનાં વિરોધમાં વડોદરા ખાતે આજે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.  ઓલ ઈન્ડિયા સેવ એજ્યુકેશન કમિટીએ ડેરીકેન સર્કલ પાસે ધરણા યોજ્યા હતા.  તેમજ એક્ટ લાગુ થયા બાદ એમ.એસ.યુનિવર્સિટી સરકારી કચેરી બની જવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટી BUSA અને BUTA  સહિત વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને નાગરિકોએ ધરણા પ્રદર્શન યોજ્યું હતું.

આ કાયદો સંપૂર્ણ પણે સરકારની દાદાગીરી ઉભી કરનારો કાયદો છેઃ હેમંત શાહ
આ બાબતે પ્રોફેસર હેમંત શાહે જણાવ્યું હતું કે,  ગુજરાત સરકાર જે કોમન યુનિવર્સિટી એકટ લાવી રહી છે. તેને પરિણામે બે મહત્વનાં મુદ્દા ઉપસ્થિત થાય છે. જેમાં સમાજનાં જુદા જુવા વર્ગો, વિદ્યાર્થીઓ, અધ્યાપકો, મજૂર મંડળો આવા તમામ વર્ગોનું જે પ્રતિનિધિત્વ ગુજરાત સરકારની સ્થાપેલી યુનિવર્સિટીઓનાં કાયદાઓમાં હતું.  તે બધું જતું રહે છે. ત્યારે સરકાર તેમની મનમાની કરે તેવા પ્રકારની જોગવાઈ આમાં કરવામાં આવી છે. બીજું યુનિવર્સિટી, કોલેજોનાં અધ્યાપકો અને કર્મચારીઓ એ સરકારી કર્મચારી ગણાય તો તેમની વાણી, અભિવ્યક્તિ તેમજ સ્વાતંત્રય ઉપર સંપૂર્ણ પણે તરાપ આવે તેમ છે.  કારણ કે ગુજરાત સરકારનાં 26 રૂલ્સ  નંબર 5,6,7,8 એમાં લાગુ પડશે. આ સંપૂર્ણ પણે સરકારની દાદાગીરી ઉભી કરનારો કાયદો છે અને તે શિક્ષણ ક્ષેત્રમાં હોઈ શકે નહી. 


 

હેમંત શાહ (પ્રોફેસર)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ