બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / delhi temperature reaches below 2 degrees dense fog alert 34 flight cancelled imd report

કૉલ્ડવેવ / દિલ્હીમાં ઠંડીનો પારો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો, IMDએ જાહેર કર્યું ઓરેન્જ ઍલર્ટ, 34થી વધુ ફ્લાઇટ્સ રદ

MayurN

Last Updated: 10:32 AM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની રાજધાની દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે હવામાન વિભાગ (IMD) એ ગાઢ ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે

  • દેશની રાજધાની દિલ્હીમાં આજે કડકડતી ઠંડી
  • ઠંડીનો પારો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો
  • ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી 50 થી 200 મીટર

દેશની રાજધાની દિલ્હીમાં આજે કડકડતી ઠંડી પડી રહી છે. ગઈકાલે રાત્રે અહીંનું લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે હવામાન વિભાગ (IMD) એ ગાઢ ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMDના નવા નોટિફિકેશન મુજબ, દિલ્હીના ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી 50 થી 200 મીટર સુધીની હોઈ શકે છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

34 થી વધુ ફ્લાઈટ્સ વિલંબિત
દિલ્હી એરપોર્ટથી લગભગ 34 ડોમેસ્ટિક ડિપાર્ચર ફ્લાઈટ્સ ખરાબ હવામાન અને અન્ય સંબંધિત સમસ્યાઓના કારણે વિલંબિત થઈ છે. જ્યારે વિવિધ સ્થળોએથી આવતી 12થી વધુ ફ્લાઈટ્સ એરપોર્ટ પર મોડી પડી રહી છે. ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ પણ છે. તે જ સમયે, ભારતીય રેલ્વેએ પણ ગાઢ ધુમ્મસ અને ઠંડીને કારણે આજે 320 ટ્રેનો રદ કરી છે. તેમાંથી 280 ટ્રેનોને સંપૂર્ણ અને 40 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. રેલ્વેએ માહિતી આપી છે કે 22 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે, જ્યારે 31 ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આમાં મોટાભાગની ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, નવી દિલ્હી જતી ટ્રેનો છે.

 

10 જાન્યુઆરી સુધી રાહતની શક્યતા
દિલ્હી NCRમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આવતીકાલથી રાત્રિના સમયે ઠંડી અને કોલ્ડ વેવની અસર ઓછી રહેશે. જેના કારણે આગામી 5 દિવસમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રીથી વધીને 4 ડિગ્રી થશે. જો કે ડુંગરાળ વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી 4 થી 5 દિવસ સુધી ધુમ્મસ (FOG)ની અસર ખાસ કરીને સવારે અને રાત્રે જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ