બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Delhi Police Stopped Geeta Phogat, she tweeted that police has stopped her at karnal bypass

Wrestlers Protest / દિલ્હી પહેલવાન દેખાવ : ગીતા ફોગાટની પોલીસે અટકાયત કરી, પતિ સાથે આવી રહી હતી જંતર મંતર

Vaidehi

Last Updated: 06:44 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલવાન ગીતા ફોગાટે ટ્વીટ કરીને દાવો કર્યો છે કે તે પહેલવાનોનાં ધરણાને સમર્થન આપવા દિલ્હી જઈ રહી હતી જે દરમિયાન પોલીસે કરનાલ બાયપાસ પર જ તેને રોકી.

  • પહેલવાન ગીતા ફોગાટે પોલીસનાં વિરોધમાં કર્યું ટ્વીટ
  • પહેલવાનોનાં સમર્થનમાં જઈ રહેલી ગીતાએ કર્યો દાવો
  • કહ્યું કરનાલ બાયપાસ પર મારી ગાડી રોકવામાં આવી છે

દિલ્હીનાં જંતર-મંતર પર ધરણાં પર બેઠેલાં પહેલવાનોનાં સમર્થનમાં દિલ્હી જઈ રહેલી પહેલવાન ગીતા ફોગાટએ દાવો કર્યો હતો કે પોલીસે તેને બાયપાસ પાસે જ રોકી દીધું. ગીતાએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે જેમાં તેણે દાવો કર્યો છે કે તે દિલ્હી જઈ રહી હતી. આ દરમિયાન કરનાલ બાયપાલ પર દિલ્હી પોલીસે તેની કારને રોકી દીધી. તેમણે ટ્વીટર પર લખ્યું કે'મને પોલીસ સ્ટેશન જવા માટે કહી રહ્યાં છે. હદ થઈ ગઈ. જેને સ્ટેશન લઈ જવું જોઈએ તેનાં તો ઈન્ટરવ્યૂ લેવામાં આવી રહ્યાં છે.'

ગીતા ફોગાટે કર્યું ટ્વીટ

દિલ્હી પોલીસે આજે સવારે એક ટ્વીટ કરતાં કહ્યું હતું કે' દિલ્હી પોલીસ કાયદેસર વિરોધ કરવાનાં અધિકારનું સમ્માન કરે છે. કાયદાનું પાલન કરતાં જંતર-મંતરમાં કરી રહેલા પ્રદર્શનમાં કોઈપણ પ્રદર્શનકારીઓને મળવાથી કોઈને પણ રોકવામાં આવ્યું નથી.' આ ટ્વીટને રીટ્વીટ કરતાં ગીતા ફોગાટે લખ્યું કે હજુ સુધી મારી ગાડીને કરનાલ બાયપાસ પર તમારી પોલીસે રોકી રાખેલ છે..શરમ આવે છે આવી પોલીસ પર.  એટલું જ નહીં તેમણે અન્ય એક ટ્વીટ કરતાં દાવો કર્યો કે મને જંતર મંતર જતાં દિલ્હી પોલીસ રોકી રહી છે. તેઓ કહે છે કે 2 રસ્તા જ છે. ઘરે જાઓ અથવા પોલીસ સ્ટેશન ચાલો.'

દિલ્હીનાં તમામ જિલ્લાઓમાં એલર્ટ
થોડાં કલાકો પહેલા દિલ્હીનાં તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે તમામ સૈનિકોને એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે. ખાસ કરીને બોર્ડર એરિયાને મોનિટર કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. દિલ્હી પોલીસને માહિતી મળી છે કે પહેલવાનોની અપીલ બાદ જંતર-મંતરમાં મોટી સંખ્યામાં લોકો તેમનાં પ્રદર્શનનું સમર્થન કરવા આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ