બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / delhi metro viral video couple fight with aunty in delhi metro video went viral

VIDEO / 'આ બધુ ઘરે જઈને કરો', 'અમે કશું ખોટું નથી કર્યું', દિલ્હી મેટ્રોમાં કપલ અને આંટીઓ વચ્ચે બરાબરની બબાલ

Vikram Mehta

Last Updated: 12:29 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી મેટ્રોનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેટ્રોમાં આંટીને કપલનો ઊભો રહેવાનો અંદાજ પસંદ આવ્યો નહોતો, તેથી તેમણે આ કપલને ટોકી દીધું.

  • દિલ્હી મેટ્રોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • એક કપલ બે મહિલાઓ સાથે રકઝક કરી રહ્યું છે
  • ‘તમને બોલવાનો કોઈ હક નથી, તમારા કામથી મતલબ રાખો.’

દિલ્હી મેટ્રોનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કપલ બે મહિલાઓ સાથે રકઝક કરતું જોવા મળી રહ્યું છે. મેટ્રોમાં આંટીને કપલનો ઊભો રહેવાનો અંદાજ પસંદ આવ્યો નહોતો, તેથી તેમણે આ કપલને ટોકી દીધું. આ કપલ આંટી સાથે રકઝક કરવા લાગ્યું, આ દરમિયાન કોઈએ આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો, જે વાયરલ થઈ રહ્યો છે. 

વાયરલ થયેલ ક્લિપમાં જોઈ શકો છો કે, એક આંટી કપલની આ પ્રકારની હરકતોને કારણે ચિઢાઈ જાય છે. ત્યારપછી કપલ સાથે બહેસ કરવા લાગે છે. આંટી કપલને કહે છે કે, ‘જે કરવું હોય તે ઘરમાં કરો અહીંયા નહીં, થોડી શરમ આવવી જોઈએ.’ જેના જવાબમાં છોકરો કહે છે કે, ‘ઊભા રહીને વાત કરવામાં ખોટું શું છે અને શરમ શેની.’ ત્યારપછી આ વાત ખૂબ જ વધી જાય છે અને કપલ તથા આંટી વચ્ચે તીખી રકઝક થવા લાગે છે. કપલ કહે છે કે, ‘તમને બોલવાનો કોઈ હક નથી, તમારા કામથી મતલબ રાખો.’

ટ્વિટર પર @gharkekalesh હેન્ડલ પરથી આ વિડીયો શેર કરવામાં આવ્યો છે અને ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યૂઝરે કેપ્શનમાં લખ્યું છે કે, મેટ્રોમાં આંટીને કપલનો ઊભો રહેવાનો અંદાજ પસંદ ના આવ્યો. આ સમગ્ર મામલો દિલ્હી મેટ્રો છે. 26 જૂનના રોજ આ વિડીયો શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં આ વિડીયોને 7.4 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વિડીયો બાબતે ખૂબ જ કમેન્ટ કરવામાં આવી રહી છે. 

એક યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘દિલ્હીમાં આજકાલ શું ચાલી રહ્યું છે. શું મારે દિલ્હી ટ્રિપ કેન્સલ કરી દેવી જોઈએ.’ અન્ય યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘આંટીએ વગર કામનો પંગો લેવાની કોશિશ કરી છે.’ અન્ય એક યૂઝર જણાવે છે કે, ‘આંટી તમારે ઊભા થઈને થપ્પડ મારી દેવો જોઈએ, તો જ એમને ખબર પડી હોત.’
 

સંકળાયેલા મુદ્દાઓ

Couple Fight With Aunties Couple Fight With Aunties In Delhi Metro Metro Viral Video delhi metro viral video દિલ્હી મેટ્રો મેટ્રો વાયરલ વિડીયો સોશિયલ મીડિયા વાયરલ વિડીયો Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ